સરકારના મોઢે મોટો તમાચો - હોસ્પિટલમાં બેડ ન હોવાથી દર્દી ઘરેથી ખાટલો લઈ આવ્યા
રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી સર્જાય છે. દરરોજ રાજકોટમાં 800 કરતા વધુ પોઝીટીવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આજે 77 દર્દીઓનાં મોત થયા છે. સ્થિતીને કાબુ કરવા તંત્ર ઉંધે માથે થયું છે.
Trending Photos
ગૌરવ દવે/ રાજકોટ : રાજકોટમાં કોરોનાની સ્થિતી વણસતી જોવા મળી રહી છે. દર્દીઓને કલાકો સુધી સિવીલ હોસ્પિટલ બહાર વેઇટીંગમાં રહેવું પડે છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં 15 કલાક સુધી વેઇટીંગ હોવાથી કોરોના પોઝીટીવ દર્દી પોતાનાં ઘરે થી જ પથારી લઇને આવ્યા હતા અને ચૌધરી હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં પથારી પાથરી સારવાર શરૂ કરી હતી.
રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી સર્જાય છે. દરરોજ રાજકોટમાં 800 કરતા વધુ પોઝીટીવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આજે 77 દર્દીઓનાં મોત થયા છે. સ્થિતીને કાબુ કરવા તંત્ર ઉંધે માથે થયું છે. પરંતુ બેડની અછત, ઓક્સિજનની અછત સર્જાય છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા 100 કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે રાજકોટમાં સિવીલ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા કોરોના પોઝિટીવ દર્દીને 15 કલાક સુધી બેડ ન મળતા ચૈધરી હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં દર્દીએને ખાટલો પાથરીને જ સારવાર શરૂ કરી હતી.
દર્દીઓની કફોડી સ્થિતી
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીને સારવાર માટે દાખલ થતા 2 થી 3 કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. અનેક દર્દીઓની ગંભીર સ્થિતી હોવા છતાં લાંબી લાઇનોમાં ઉભા રહેતા સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. કોરોના દર્દીને ઓક્સિજનની જરૂરીયાત રહેતી હોવાથી દર્દીઓની સ્થિતી કફોડી બની રહી છે. ત્યારે અનેક લોકો હવે માત્ર પોતાનાં વાહનોને કતારમાં ઉભા રાખીને વારો આવે ત્યારે જ દર્દીને ઘરે થી બોલાવી રહ્યા છે. જોકે આ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર પણ લાચાર સાબિત થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે