રાહુલ તેની અસફળ રાજનીતિને કારણે રાફેલ કરાર પર વિવાદ ઉભો કરવા મજબૂર: જેટલી
અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વ વાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)સરકારને રાફેલ લડાઇમાં વિમાન સૌદામાં મોડુ કર્યું હતું.
નવી દિલ્હી: રાહુલ ગાંધી પર હુમલો કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારે કહ્યુ કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અસફળ રાજનીતિને કારણે ખોટી વાતો ફેલાવીને રાફેલ લડાકુ વિમાન જેના સંવેદનશીલ રક્ષા સોદાને લઇને વિવાદ ઉભો કરવા માટે મજબૂર છે. અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના નેતત્વ વાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે જ રાફેલ લડાકુ વિમાન સોદા કરવામાં મોડુ કર્યું હતું. આ વિમાન સોદો ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા વધારવા માટે જરૂરી હતું.
નાણામંત્રી કોંગ્રેસ અધ્યક્ષના એ આરોપો અંગે જવાબ આપી રહ્યા હતા જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેદ સોદામાં પ્રધાનમંત્રી મોદીએ રાફેલ સોદામાં ચોરી કરવાની વાતનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે એ પણ સ્વિકાર કરી સીધો છે કે , વાયુસેનાને પૂછ્યા વિના તેમણે આ બદલાવ કર્યો છે. જેટલીએ સતત કરેલા કેટલાય ટ્વિટમાં કહ્યું કે ખોટું બોલવુંએ અસફળ રાજનીતિનો વિકલ્પ નથી.
વધુ વાંચો...ટીકીટનો વધારે ભાવ લેવાના કારણે રેલવે, IRCTCની સામે તપાસના આદેશ
જેટલીએ સવાલ કર્યા કે, ‘ભારતીય વાયુસેનાની મારક ક્ષમતાને વધારવા માટે મહત્વપૂર્ણ ગણાતા રાફેલ સૌદામાં યુપીએ સરકારે લટકાઇ રાખ્યો હતો. શુ રાહુલ ગાંધીની અસફળ રાજનીતિ હવે તેને ભારતની સંવેદનશીલ રક્ષા જરૂરિયાતો પર વિવાદ ઉભો કરાવા માટે મજબૂર કરી રહી છે?’
કેન્દ્ર સરકાર સોમવારે ઉચ્ચત્તમ ન્યાયાલયે ફ્રાંસથી 36 લડાકુ વિમાનની કિંમતોનો હિસાબ સોપી દીધો છે. કેન્દ્રનું કહેવું છે, કે આ વિમાનોના સોદા સારી શરતો પર કરવામાં આવ્યા છે. સોદા થઇ રહ્યા હતા તે સમયે 2013માં નક્કી કરવામાં આવેલ રક્ષા ખરીદી પક્રિયાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું છે. કરાર થયા પહેલા આ મંત્રીમંડળની સુરક્ષા સમિતિ(સીસીએસ)ની મંજૂરી પણ લેવામાં આવી હતી. ફ્રાંસની સાથે થયેલાઆ સોદાની લઇને દેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
આ પહેલા રાહુલ ગાંધીએ તેના ટ્વિટમાં ક્હુ,‘મોદીજીએ ઉચ્ચ ન્યાયાલયમાં તેમની ચોરીને માની લીધી છે. ન્યાયાલયને આપવામાં આવેલા શપથપત્રમાં તેમણે વાયુસેનાને પૂછ્યા વિના અનુબંધમાં બદલાવ કરી અને 30,000 કરોડ રૂપિયા અંબાણીના ખીચામાં નાખ્યાની વાતને માની લીધી છે’
(ઇનપુટ-ભાષા)