Shark Tank News:  ભારતમાં શાર્ક ટેન્ક સીઝન-1 ખૂબ જ લોકપ્રિય બની હતી. તેની નાની-નાની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ તેને અને શોના જજને પણ ઘણો પ્રેમ આપ્યો. શાર્ક ટેન્ક સીઝન-2 પણ ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. સીઝન-1માં જ્યારે શાર્ક્સ એક કન્ટેસ્ટન્ટ પર ગુસ્સે થયા હતા ત્યારે કોઈની કંપનીમાં રોકાણ માટે પડાપડી થઈ હતી. શાર્ક ટેન્ક સીઝન-1ના નિર્ણાયકોમાં ભારત પેના સ્થાપક અશ્નીર ગ્રોવર પણ સામેલ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઘણા સ્પર્ધકોને જાહેરમાં ઠપકો પણ આપ્યો છે. શાર્ક ટેન્કના જજિસને એક એપિસોડ માટે કેટલા રૂપિયા મળે છે તે અંગે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. આ વાતનો ખુલાસો ખુદ અશ્નીર ગ્રોવરે એક કાર્યક્રમમાં કર્યો હતો. આ ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ રહી છે.


શું બોલ્યા અશનીર
આ વીડિયોમાં અશ્નીર એક સ્ટેજ પર ઉભા છે. તે કહી રહ્યાં છે કે, 'હું સાચું કહું છું કે અમે શાર્ક ટેન્કમાં કોઈ પૈસા નથી બનાવ્યા. કોઈએ યુટ્યુબ પર મૂક્યું કે મને એક એપિસોડના 10 લાખ રૂપિયા મળતા હતા. આપને જણાવી દઉ કે શાર્ક ટેન્કના ઓડિશન મારા ઘરે થયા હતા.તે લોકો એટલા ગરીબ છે. તેમની પાસે સ્થળ પણ નહોતું. અમને કોઈ એપિસોડ માટે પૈસા નહોતા મળ્યા, અમે બોન્ડેડ લેબરનું કામ કર્યું.


ગ્રોવરે કહ્યું, 'અમે સવારે 8 વાગ્યે સેટ પર પહોંચી જતા હતા અને ઘણી વખત રાત્રે 11-12 વાગ્યે ફ્રી થતા. અમે લાંબા સમય સુધી કામ કરતા હતા  પણ કેમ કરતાં હતા આના બે કારણો હતા - પહેલું એ હતું કે દરેકને પ્રખ્યાત થવું હતું. હું ગમે તેટલું કહું કે એવું નહોતું. નહીં તો ટીવી પર શા માટે આવવુ પડે?  બીજું કારણ એ છે કે અમને લાગ્યું કે અમે રોજે રોજ જે કામ કરી રહ્યાં છે તેના કરતાં વધુ મજા આવશે. તમને જણાવી દઈએ કે BharatPeના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અશ્નીર ગ્રોવરને નાણાકીય વર્ષ 2022માં 1.69 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી જ્યારે તેની પત્ની માધુરી જૈન ગ્રોવરને 63 લાખ રૂપિયાનો પગાર મળ્યો હતો.