પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત

ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ હુમલાની ઘટનાને વ્યક્તિગત ગણાવી હતી. ખોડલધામ ટ્રસ્ટને આ ઘટના સાથે કોઈ લેવા દેવા ન હોવાનું કહીને છેદ ઉડાવી દીધો હતો. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને તેમને પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ ચાલતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે નરેશ પટેલ વિદેશથી રાજકોટ ફરીને પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરશે.

પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. આર્થિક રીતે સદ્ધર કહેવાતા આ સમાજની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ છે. ગુજરાત વસતા પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓમાં કડવા પાટીદારોની ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને લેઉવા પાટીદારોની ખોડલધામ સંસ્થા કાગવડ...બન્ને મોટી સંસ્થાઓની સાથે અનેક નાની સંસ્થાઓ પણ છે...જેમાં સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતનો સમાવેશ થાય છે. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આ હુમલો જેણે કર્યો તે પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયા નરેશ પટેલના માણસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે..ત્યારે શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં.

પાટીદાર સમાજની અગ્રગણ્ય સંસ્થા સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલો હુમલો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ટાઉન છે....જયંતિ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો...આ હુમલાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે...જયંતિ સરધારાએ પોતાના પર હથિયારથી હુમલો કરાયો હોવાનો આરોપ કર્યો હતો..જો કે જે ફુટેજ સામે આવ્યા તેમાં PIના હાથમાં હથિયાર હોય તેવું પ્રાથમિક રીતે તો નથી લાગતું...એવું દેખાય છે કે જયંતિ પોતે ગાડીમાંથી ઉતરીને પાદરિયા પાસે જાય છે...ત્યારબાદ બન્ને વચ્ચે મગજમારી થાય છે અને મારામારીમાં સરધારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ ઘટના બાદ જૂનાગઢના PI સંજય પાદરિયા પર હત્યાના પ્રસાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

તો આ હુમલાને કારણે એક જ સમાજની બે સંસ્થાઓ વચ્ચે ભાગલા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને સૌથી વધુ આ ઘટનામાં ચર્ચાસ્પદ નામ નરેશ પટેલનું આવ્યું છે...નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ દાવો કર્યો છે કે PI સંજય પાદરિયાએ નરેશ પટેલનું નામ લઈને તેમના પર હુમલો કર્યો હતો....ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે....હુમલામાં ઘાયલ થયેલા જયંતિ સરધારાની રાજકોટમાં સારવાર ચાલી રહી છે. 

આ ઘટના પર ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર હોવાની વાતો સામે આવી છે..પરંતુ થોડા સમય પહેલા જ જયંતિ સરધારા ખોડલધામના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા...જ્યાં તેમનું સન્માન પણ કરાયું હતું...તેના ફોટગ્રાફ્સ પણ સામે આવ્યા છે....આ તરફ સરદાર ધામના ટ્રસ્ટી શર્મિલા બાંભણિયાનું ચોંકાવનારી નિવેદન સામે આવ્યું છે...તેમણે દાવો કર્યો કે જેણે હુમલો કર્યો તે PI સંજય પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ કરે છે...તેથી ગૃહમંત્રીએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. 

આ ઘટનાને કારણે નરેશ પટેલના નામની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ લડાઈ બે સંસ્થાઓ વચ્ચેની છે કે પછી બે વ્યક્તિ વચ્ચેની વિવાદ તેની લઈ અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે...પરંતુ હુમલાને લઈ ખોડલધામના ટ્રસ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે...હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, આ ઘટના વ્યક્તિગત છે. નરેશ પટેલે ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનામાં બે સંસ્થાઓને કોઈ લેવાદેવા નથી....

તો સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મેરજાએ પણ કહ્યું છે કે બન્ને સંસ્થા સારુ કામ કરે છે. કોઈ સંસ્થા વર્ચસ્વ વધારવા માટે કામ નથી કરતી...તો પાટીદાર સમાજના અગ્રણી અને સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે, PI હથિયારથી હુમલો ન કરી શકે...બન્ને સંસ્થાના ટ્રસ્ટીઓ સમાજના શ્રેષ્ઠીઓ છે. નરેશ પટેલના ઈશારે આવી ઘટના ન બની શકે. 

નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ ભારત આવીને આ ઘટના પર શું બોલે છે તેના પર સૌની નજર રહેશે...સાથે જ આરોપી PIની પૂછપરછમાં શું ખુલાસા થાય છે તે પણ જોવાનું રહ્યું...પરંતુ હુમલાની આ ઘટનાથી પાટીદાર સમાજમાં બે ભાગલા પડતાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news