નવી દિલ્હી: Audiએ ભારતમાં તેની સૌથી સસ્તી SUV Q2 લોન્ચ કરી છે. Audi Q2ના 34.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમત પર લોન્ચ કરી છે. SUVના કુલ 5 ટ્રીમ છે, જેમની કિંમત 48.89 લાખ રૂપિયા સુધી છે. ભારતમાં Audiની આ સૌથી સસ્તી SUVનું બુકિંગ પહેલાથી શરૂ થઈ ગયું છે. તેને 2 લાખ રૂપિયાની ટોકન મનીની સાથે બુક કરાવી શકાય છે. આ SUVને ભારતમાં સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ કે અમે જણાવ્યું કે, તેને 5 ટ્રિમમાં લોન્ચ કરી છે. Standard, Premium, Premium Plus 1, Premium Plus 2 અને Technology. આવો એક નજર કરીએ અલગ અલગ કિંમતો પર...


આ પણ વાંચો:- IRDAIએ 'સરળ જીવન વીમા'ની કરી જાહેરાત, હવે કોઈ પણ લઇ શકશે ટર્મ પ્લાન


ઓડીએ ભારતમાં લોન્ચ કરી સૌથી સસ્તી SUV 


ટ્રિમ કિંમત (રૂપિયા)
Standard 34,99,000
Premium 40,89,000
Premium Plus 1 44,64,000
Premium Plus 2 45,14,000
Technology 48,89,000

Audi Q2ના લુક્સ અને ફિટર્સ
આ SUVમાં ટી-આકારની હેડ-લાઈટ્સ અને ટેલ-લાઇટ્સ અને સાઇડમાં ઉઠી વ્હીલ ઓર્ચ ઉપરાંત કાચ દરવાજા પર લાગ્યા છે. કારમાં 17 ઇંચના વી-સ્પોક અલોય વ્હીલની સાથે સ્કિડ પ્લેટ અને બે એક્ઝોસ્ટ એક આકર્ષક લુક આપે છે. કારમાં વર્ચ્યુઅલ કોકપિટની સાથે ઓડી મલ્ટીમીડિયા ઇન્ટરફેસ છે જે નેવિગેશન પ્લેસની સાથે આવે છે. તેમાં Android Auto અને Apple કાર પ્લે કનેક્ટિવિટી પણ મળે છે. આ ઉપરાંત વાયરલેસ ચાર્જર, 10 સ્પીકરનો 180 Wattની સાઉન્ડ સિસ્ટમ અને સનરૂફ પણ છે.


આ પણ વાંચો:- ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ


Audi Q2નું એન્જિન
આ SUVમાં 2.0 લીટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 190 bhp અને 320 Nmનો ટાર્ક પેદા કરે છે. આ કોમ્પેક્ટ એસયૂવી 228 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડતા પહેલા માત્ર  6.5 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડે છે. કાર ક્વાટ્રો ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમની સાથે 7-સ્પીડ ડુઅલ-ક્લચ ટ્રાંસમિશનથી સજ્જ છે.


આ પણ વાંચો:- સસ્તામાં મળશે ભાડે ઘર, 'રેન્ટલ હાઉસિંગ સ્કીમ' પોર્ટલ લોન્ચ, મળશે આ સુવિધાઓ


Audi Q2 પર ઓફર્સ
કંપનીએ 5 વર્ષના સર્વિસ પેકેજની સાથે 3 વર્ષની એક્સટેન્ડેટ વોરેન્ટી અને રોડસાઈડ અસિસ્ટેન્સ વાળી ઇન્ટ્રોડક્ટરી પીસ ઓપ માઇન્ડ બેનિફિટની જાહેરાત કરી છે. જે બુકિંગની સાથે મફત આપવામાં આવે છે. Audi Q2 વર્ષ 2020માં કંપની દ્વારા પાંચમી કાર લોન્ચ થશે, આ પહેલા ઓડી દેશમાં Q8, A8L, RS7 અને RSQ8ને બજારમાં લોન્ચ કરી છે. Audi Q2 ભારતમાં BMQ X1, મર્સિડીઝ-બેંઝ GLA અને અહીં સુધી Volvo xc 40 જેવી કારોને ટક્કર આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube