નવી દિલ્હી: ઓસ્ટ્રલિયાએ ભારત પર ખાંડની સબસીડીને લઇને વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)માં ફરીયાદ કરી છે. તેનું માનવું છે, કે ભારત સરકારની સબસીડી વાળી નીતીથી દુનિયમાં ખાંડની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેનું સીધુ નુકશાન ઓસ્ટ્રલિયાના ઉત્પાદન ક્ષેત્રે જોવા મળી રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રલિયાનો આરોપ છે, કે સબસીડીને કારણે આ વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન વધીને 3.5 કરોડ ટન સુધી પહોંચી ગયું છે. જ્યારે તેનું એવરેજ ઉત્પાદન વર્ષે 2 કરોડ ટન હતું. ઓસ્ટ્રેલીયાએ આરોપ લગાવ્યો છે. કે ભારત કૃષિ સબસીડી મામલે wTOના દાયરાનું ઉલ્લંઘન કર્યું છે. એસીબી ન્યુઝની શુક્રવારના એક સમાચાર અનુસાર ભારત સાથેના આ મુદ્દાને અનેક વાર ઉઠાવ્યા બાદ ઓસ્ટ્રેલીયા દ્વારા આ પ્રકારાની કાર્યવાહી ઓસ્ટ્રેલીયા દ્વારા કરવામાં આવી છે. જેનો મતલબ એવો થાય છે, કે WTOની કૃષિ સમિતિની બેઠકમાં આ મુ્દ્દા પર ચર્ચા કરવામાં આવશે. 


શુ છે સમગ્ર મામલો?
ઓસ્ટ્રેલીયના વ્યાપાર મંત્રી સિમૉન બર્મિઘમે કહ્યું કે ભારત દુનિયાનું બીજા નંબરનું ખાંડનું ઉત્પાદક છે. ખાંડ પર તેની નીતીઓના માધ્યમથી વૈશ્વિક બજારને બગાડવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. બર્મિઘમે કહ્યું કે, ‘અમે આમારી ઉદ્યોગ ક્ષેત્રની ચિંતાઓને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સામે અનેક વાર ઉઠાવ્યા છે. પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલુ સમાધાન હંમેશા નિરાશા જનક રહે છે. હવે અમારી પાસે શિરડી ઉત્પાદન કરતા ખેડૂતો અને ખાંડની મીલોના હિતમાં ઉભા રહેવા સિવાય બીજો કોઇ પણ વિકલ્પ નથી.


વધુ વાંચો...Jawa બાઇક સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી


તેમણે કહ્યું કે હવે આ મામલે ભારત અને WTOના આન્ય સભ્ય દેશો સાથે અધિકારીક વાતચીત કરશે. તેઓ આ મુદ્દાને આ મહિને થનારી WTOની કૃષિ મીટીંગમાં ઉઠાવશે. બર્મિઘમએ આશા વ્યક્તિ કરીકે ભારત શેરડીના ઉત્પાદકોને આપવામાં આવી રહેલી એક અરબ ડોલરની સબસીડી પર તેની સ્થિતિ પર ફરીએક વાર વિચારણ કરે. આથી ખાંડના વૈશ્વિક સ્તર પર ભાવ 10 વર્ષના નીચલા સ્તર પર આવી ગયા છે.