Awfis Space IPO: માત્ર 15000 રૂપિયાનું રોકાણ અને થઈ શકે છે બમ્પર કમાણી, આજે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ
શેર બજારમાં આજે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ કંપનીનું નામ ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તમે પણ જાણો આઈપીઓની મહત્વની વિગતો...
Share Market Update: જો તમે પણ શેરબજાર કે આઈપીઓમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. ઓફિસ સ્પેસ કારોબાર સાથે જોડાયેલી કંપની ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો 599 કરોડનો આઈપીઓ આજે (22 મે) ઓપન થશે. આઈપીઓ 24 મે સુધી ખુલો રહેશે. અત્યારે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 165 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 364-383 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની તરફથી મંગળવારે જણાવવામાં આવ્યું કે ઈશ્યૂ ખુલવાના પ્રથમ દિવસે એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 268.61 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે.
IPO ની સાઇઝ 599 કરોડ રૂપિયા
કંપનીના શેરનો સ્ટોક એક્સચેન્જ 30 મેએ લિસ્ટ થવાની આશા કરવામાં આવી રહી છે. 364-383 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ અનુસાર ઈન્વેસ્ટર એક લોટમાં 39 શેર પર દાવ લગાવી શકે છે. આઈપીઓની સાઇઝ આશરે 599 કરોડ રૂપિયા છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ 2659 કરોડ રૂપિયા છે. ઓફિસ સ્પેસ સોલ્યુશન્સના આઈપીઓમાં બે પ્રકારના શેરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વેચાણ હેઠળ કંપની 128 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. બીજુ વેચાણ ઓએફએસ દ્વારા થશે, જેમાં વર્તમાન શેરહોલ્ડર પોતાના શેર વેચી રહ્યાં છે. આ ઓફર હેઠળ 490.72 કરોડ રૂપિયાના 1,22,95,699 શેર વેચવામાં આવી રહ્યાં છે.
શું કરે છે કંપની?
ઓફિસ સ્પેસ સોલ્યૂસન્સ ભારતમાં સૌથી વધુ જગ્યા પર કામ કરવા માટે ફ્લેક્સીબલ વર્કસ્પેસ ઉપલબ્ધ કરાવે છે. ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ તરફથી દરેક કંપનીઓ ભલે તે નાનું સ્ટાર્ટ-અપ હોય કે મોટી મલ્ટીનેશનલ કંપની, તેની જરૂરીયાત પ્રમાણે ઓફિસ ઉપલબ્ધ કરાવે છે. તમે કંપનીથી માત્ર એક ડેસ્ક ભાડા પર લઈ શકો છો અથવા ટીમ માટે મોટી ઓફિસ સ્પેસ લઈ શકો છો.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવ
ઓફિસ સ્પેસમાં ઝડપથી વધારો
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ જે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, છેલ્લા 20 વર્ષમાં તેમાં ઝડપથી વિકાસ થયો છે. વર્ષ 2003 પહેલા દેશમાં ઓફિસ માટે ઉપયોગ થનારી જગ્યા આશરે 4.6 કરોડ વર્ગ ફીટ હતી, જે ડિસેમ્બર 2023 સુધી 18 ગણી વધી 83.2 કરોડ વર્ગ ફૂટ થઈ ગઈ છે. ઓફિસ સ્પેસ સોલ્યુશન્સના આઈપીઓમાં જે શેરને વેચાણ માટે રાખવામાં આવ્યા છે, તેને પ્રથમ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ 75% ભાગ મોટી બેન્ક, વીમા કંપનીઓ જેવા સંસ્થાગત ઈન્વેસ્ટરો ખરીદી શકે છે. બીજો 15 ટકા નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટરો માટે અને બાકીના 10 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે છે.
કંપની ફંડનું શું કરશે?
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સના શેરના વેચાણથી મળનાર પૈસાનો ઉપયોગ કંપની નવી ઓફિસ ખોલવા અને પોતાનો કારોબાર વધારવા માટે કરશે. આ સિવાય કંપની વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા આ ફંડનો ઉપયોગ કરશે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં પણ 165 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે એટલે કે ઈન્વેસ્ટરોને સારો ફાયદો કરાવી શકે છે.