નવી દિલ્હી: ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજીએ ગુરૂવારે કહ્યું કે કંપનીનું નેતૃત્વ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જશે. અઝીમ પ્રેમજી 30 જુલાઇના વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી રિટાયર થઇ રહ્યા છે. પચાસ વર્ષ સુધી કંપનીની કમાન સંભાળ્યા બાદ પ્રેમજી જુલાઇના અંતમાં પોતાના પુત્ર રિશદ પ્રેમજીને કંપનીની કમાન સંભાળશે. જોકે તે જુલાઇ 2024 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની રહેશે અને કંપનીના સંસ્થાપક ચેરમેન પણ રહેશે. રિશદ હાલમાં વિપ્રોના મુખ્ય રણનીતિ અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમજીએ કર્મચારીઓને મોકલેલા સંદેશમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિપ્રો નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરવા માટે પોતાનામાં પરિવર્તન કરવાનું ચાલુ રાખશે. દુનિયા બદલાઇ રહી છે પરંતુ પોતાના મૂલ્યો પર દ્વઢતાથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે વિપ્રોનું ભવિષ્ય પહેલાંથી વધુ શાનદાર હશે. પ્રેમજીએ કહ્યું કે રિશદે આઇડીયા અને અનુભવના નવી રીતો રજૂ કરી છે. આ વિપ્રોને ખૂબ ઉંચાઇઓ પર લઇ જશે. ટોચના નેતૃત્વમાં ફેરફાર બાદ રિશદે કર્મચારીઓને આપેલા સંદેશમાં કહ્યું કે વિપ્રોનું ભવિષ્ય ચમકદાર છે, જેની સૌથી મોટી તાકાત તેના લોકો (કર્મચારી) છે. 


તેમણે કહ્યું કે 'ગત 53 વર્ષોથી પ્રેમજીએ વિપ્રોને એક નાના બિઝનેસથી વધારીને આ મુકામ સુધી પહોંચાડ્યો અને તેનું નેતૃત્વ કર્યું. તેમનું યોગદાન અને ઉપલબ્ધિ વિપ્રોની સફળતાથી પરે છે. તે આઇટી ઉદ્યોગના વૈશ્વિક સ્તર પર પ્રમુખ લોકોમાંથી એક છે.