Anil Ambani: અનિલ અંબાણીની ખુશીઓને કોની નજર લાગી? પુત્ર અનમોલ અંબાણીને મળ્યો મોટો ઝટકો
છેલ્લા કેટલાય સમયથી ખરાબ દૌરમાંથી પસાર થઈ રહેલા છોટે અંબાણીની ગાડી બસ પાટા પર ચડવા લાગી હતી અને રોકાણકારોનો ભરોસો વધતા તથા કંપનીની માર્કેટ કેપ વધતા ઘરમાં પણ ખુશીઓનો માહોલ હતો. રિલાયન્સ પાવર કરજ મુક્ત થતા અને રિલાયન્સ ઈન્ફ્રાની લોન 86 ટકા ઘટ્યા બાદ અનિલ અંબાણી ફંડ ભેગુ કરવાની કોશિશમાં છે. પરંતુ આ બધા વચ્ચે હવે તેમને એક મોટો ઝટકો મળ્યો છે.
હાલમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાનું દેવું 85 ટકા જેટલું ઓછું થયા બાદ શેરોમાં તેજી જોવા મળી રહી છે. લોન ઓછી થવાના સમાચારની એવી અસર થઈ કે રિલાયન્સ ઈન્ફ્રાના શેર 52 અઠવાડિયાના હાઈ 335 રૂપિયા પર પહોંચી ગયા. આ સિવાય રિલાયન્સ પાવરના શેર પણ સતત તેજી સાથે સોમવારે 52 અઠવાડિયાના હાઈ લેવલ 38.16 રૂપિયા પર બંધ થયા. છેલ્લા કેટલાય સમયથી ખરાબ દૌરમાંથી પસાર થઈ રહેલા છોટે અંબાણીની ગાડી બસ પાટા પર ચડવા લાગી હતી અને રોકાણકારોનો ભરોસો વધતા તથા કંપનીની માર્કેટ કેપ વધતા ઘરમાં પણ ખુશીઓનો માહોલ હતો. રિલાયન્સ પાવર કરજ મુક્ત થતા અને રિલાયન્સ ઈન્ફ્રાની લોન 86 ટકા ઘટ્યા બાદ અનિલ અંબાણી ફંડ ભેગુ કરવાની કોશિશમાં છે. પરંતુ આ બધા વચ્ચે હવે તેમને એક મોટો ઝટકો મળ્યો છે. લાગે છે કે તેમની ખુશીઓને નજર લાગી ગઈ છે.
એક કરોડની પેનલ્ટી
માર્કેટ રેગ્યુલેટ કરનારી સેબીએ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી પર એક કરોડની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી સેબી તરફથી રિલાયન્સ હોમ ફાઈનાન્સના મામલે તપાસ કર્યા વગર જનરલ પર્પસ કોર્પોરેટ લોનને મંજૂરી આપવાના કારણે લગાવવામાં આવી છે. આ ઉપરાંત સેબી તરફથી રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સના ચીફ રિસ્ક ઓફિસર (CRO) કૃષ્ણન ગોપાલકૃષ્ણન પર 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેબી તરફથી પોતાના આદેશમાં કહેવાયું છે કે બંનેએ 45 દિવસની અંદર દંડની રકમ જમા કરવાની રહેશે.
છોટે અંબાણી પર 25 કરોડનો દંડ
સેબી તરફથી આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે ઓગસ્ટમાં સેબીએ રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના ફંડની હેરાફેરી સંલગ્ન એક કેસમાં અનિલ અંબાણી અને 24 અન્યને પાંચ વર્ષ માટે સિક્યુરિટી માર્કેટથી બેન કરી દીધા. આ સિવાય તેમના ઉપર 25 કરોડનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે રિલાયન્સ હોમ ફાઈનાન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ અનમોલ અંબાણીએ સામાન્ય ઉદ્દેશ્યના કોર્પોરેટ ઋણ કે જીપીસીએલ ઋણને મંજૂરી આપી હતી. આવું તેમણે ત્યારે કર્યું જ્યારે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે સ્પષ્ટ કર્યું કે આવી લોનને મંજૂરી નહીં આપવામાં આવે.
20 કરોડની લોનને મંજૂરી અપાઈ
અનમોલ અંબાણી તરફથી 14 ફેબ્રુઆરી 2019ના રોજ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની લોનની મંજૂરી અપાઈ હતી. જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 11 ફેબ્રુઆરી 2019ના રોજ પોતાની મીટિંગમાં મેનેજમેન્ટની આગળ કોઈ પણ જીપીસીએલ લોન નહીં આપવાનો નિર્દેશ આપ્યો હતો. સેબીએ નોટિસમાં કહ્યું કે અનમોલ અંબાણી કંપનીના ડાયરેક્ટર છે પરંતુ તેમણે કંપનીને પોતાના મન મુજબ ચલાવી છે. તેમણે પોતાની ભૂમિકાથી બહાર જઈને કામ કર્યું છે અને આમ કરીને દેખાડ્યું છે કે તે કંપનીના શેર હોલ્ડર્સના હિતમાં નહીં પરંતુ પોતાના જ ફાયદા માટે કામ કરે છે.
(ઈનપુટ-ભાષા)