દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
છેલ્લા કેટલાક સમયથી વાપી જી આઇ ડી સી માં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા જેવી પાણી લાઇટ રસ્તા અને પોકેટ ગાર્ડન અને વૃક્ષા રોપણ અને સહિત ની સુવિધા વધારો કર્યો છે અને ખાસ કરી ને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવા માં આવે છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી: કેન્દ્ર સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઇડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જી આઇડીસીનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને આ એવોર્ડ જાહેર કરાયો છે.
છેલ્લા કેટલાક સમયથી વાપી જી આઇ ડી સી માં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા જેવી પાણી લાઇટ રસ્તા અને પોકેટ ગાર્ડન અને વૃક્ષા રોપણ અને સહિત ની સુવિધા વધારો કર્યો છે અને ખાસ કરી ને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવા માં આવે છે. આથી સમગ્ર દેશ ના ઔદ્યોગિક વિસ્તારોમાં વાપીને સૌથી સ્વચ્છ વિસ્તાર નો એવોર્ડ મળતા વાપી માં અને ઉદ્યોગ જગત માં ઉત્સાહ નો માહોલ છે.
મહત્વપૂર્ણ છે કે 97 મા FICCI એટલે કે (Federation of India Chambers of Commerce & Industry)ની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC) ને 'સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં દેશના ''સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ' માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વાપીને દેશના સૌથી સ્વચ્છ જી આઇ ડી સી વિસ્તાર માટે પસંદ કરવામાં આવ્યું છે.વાપી ને આ પુરસ્કાર મળતા વાપી ના ઉદ્યોગો મા ઉત્સાહ નો માહોલ છે.
વાપી રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નું હોમ ટાઉન છે અને તેઓ પણ આ વિસ્તારના વિકાસ માટે યોગદાન યોગદાન આપ્યું છે.આ પુરસ્કાર GIDC દ્વારા ઉધોગકારોને પુરુ પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ,અને સ્વચ્છ અને પર્યાવરણ ના જતન માટે કરવામાં આવતા પ્રયાસો ને ધ્યાન માં લેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે