નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં જો તમારું બચત ખાતું હશે તો આ જાણકારી ખાસ તમારા માટે છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં થયેલા લોકડાઉન અગાઉ બેન્કે બચત ખાતા પર મળતા વ્યાજમાં કાપની જાહેરાત કરી હતી. આ જાહેરાત બુધવારે 15 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. આ જાહેરાતની સાથે જ હવે ખાતાધારકોને 0.25 ટકા વ્યાજ ઓછું મળશે. જો કે બેન્કે પોતાના એટીએમ કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્કે વેબસાઈટ પર કરી જાહેરાત
બેન્કે પોતાની વેબસાઈટ પર એવી જાહેરાત કરી કે હવેથી ખાતાધારકોને તેમના બચત ખાતામાં 2.75 ટકા વ્યાજ મળશે. બેન્કે એક નિવેદનમાં કહ્યું કે બચત જમા વ્યાજ દરમાં 0.25 ટકા વ્યાજ કાપનો નિર્ણય લેવાયો છે. 


હોમ લોનના દરમાં થયો ઘટાડો
એસબીઆઈએ MCLRમાં 0.35 ટકાના કાપની જાહેરાત કરી છે. જેનાથી હોમલોનના ઈએમઆઈમાં ઘટાડો થશે. બેન્કે કહ્યું કે તેનાથી 30 વર્ષની હોમ લોનના માસિક એક લાખના હપ્તામાં 24 રૂપિયા ઘટશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube