નવી દિલ્હીઃ બજાજ ગ્રુપની કંપની બજાજ ફાઈનાન્સના શેરમાં લાંબા ગાળાની દ્રષ્ટિએ રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. બજાજ ફાઈનાન્સનો શેર 8 રૂપિયાથી વધી 7000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બજાજ ફાઈનાન્સના શેરમાં આ સમયમાં 89000 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર 9 એપ્રિલ 2024ના 7200 રૂપિયા પર બંધ થયા છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે બજાર ફાઈનાન્સના શેરમાં હજુ તેજી આવશે. કંપનીના શેર 8000 રૂપિયાને પાર પહોંચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 બોનસ શેર અને 10 હજાર રૂપિયાના બની ગયા 1.77 કરોડ રૂપિયા
બજાજ ફાઈનાન્સના શેર 17 એપ્રિલ 2009ના 8.08 રૂપિયા પર હતા. જો કોઈ ઈન્વેસ્ટરે ત્યારે કંપનીના શેરમાં 10000 રૂપિયા લગાવ્યા હોત તો તેને 1235 શેર મળત. બજાર ફાઈનાન્સે સપ્ટેમ્બર 2016માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક 1 શેર પર એક શેર બોનસ આપ્યો હતો. જો આ બોનસ શેરને જોડી લેવામાં આવે તો કુલ શેરની સંખ્યા વધીને 2470 થઈ જાય છે. બજાજ ફાઈનાન્સના શેર 9 એપ્રિલ 2024ના 7200 રૂપિયા પર બંધ થયા છે. તેવામાં આ 2470 શેરની વર્તમાન વેલ્યૂ 1.77 કરોડ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો


8500 રૂપિયા સુધી જઈ શકે છે બજાજ ફાઈનાન્સના શેર
ઘરેલુ બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝનું માનવું છે કે બજાજ ફાઈનાન્સના શેરમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહેશે. ICICI સિક્યોરિટીઝે બાય રેટિંગની સાથે કંપનીના શેરનું કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજ હાઉસ દ્વારા બજાજ ફાઈનાન્સના શેરમાં 8500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બજાજ ફાઈનાન્સના શેરમાં 3985 ટકાની જોરદાર તેજી આવી છે. બજાજ ફાઈનાન્સના શેર 11 એપ્રિલ 2024ના 176.22 રૂપિયા પર હતા. કંપનીના શેર 9 એપ્રિલ 2024ના 7200 રૂપિયા પર પહોંચી ગયા છે. બજાજ ફાઈનાન્સના શેરનો 52 સપ્તાહનો હાઈ 8190 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 5780 રૂપિયા છે.