₹70 ની ઈશ્યુ કિંમત, ₹71 રૂપિયાનું પ્રીમિયમ, આ IPO ના ધાંસૂ લિસ્ટિંગના સંકેત
Bajaj Housing Finance IPO: જો ઈશ્યુ પ્રાઇઝની અપર બેન્ડ એટલે કે 70 રૂપિયાથી તુલના કરીએ તો શેરનું લિસ્ટિંગ 141 રૂપિયા પર થઈ શકે છે. તે 100 ટકાથી વધુ પ્રીમિયમને દર્શાવે છે.
Bajaj Housing Finance IPO: બજાજ ગ્રુપની કંપની બજાજ ફાઈનાન્સ લિમિટેડે 6560 કરોડ રૂપિયાનો આઈપીઓ બંધ થઈ ગયો છે. આ આઈપીઓને 63.60 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. એનએસઈના આંકડા પ્રમાણે આઈપીઓમાં કરવામાં આવેલા 72,75,75,756 શેરની રજૂઆતના મુકાબલે કુલ 46,27,48,43,832 શેર માટે બોલીઓ લગાવવામાં આવી. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIBs)નો હિસ્સો 209.36 વખત સબસ્ક્રાઇબ થયો હતો જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 41.50 વખત સબસ્ક્રાઇબ થઈ હતી. છૂટક વ્યક્તિગત રોકાણકારોની શ્રેણી 7.02 વખત સબસ્ક્રાઇબ થઈ હતી. તમને જણાવી દઈએ કે IPO ખુલ્યા પહેલા કંપનીએ શુક્રવારે ચાવીરૂપ (એન્કર) રોકાણકારો પાસેથી 1,758 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
71 રૂપિયાનું પ્રીમિયમ
બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ માટે 66-70 રૂપિયા પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઇઝ નક્કી કરવામાં આવી હતી. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો તે 71 રૂપિયા છે. જો ઈશ્યૂ પ્રાઇઝની અપર બ્રાન્ડ એટલે કે 70 રૂપિયાની તુલના કરીએ તો શેરનું લિસ્ટિંગ 141 રૂપિયા પર થઈ શકે છે. તે 100 ટકાથી વધુનું પ્રીમિયમ દર્શાવે છે.
આ પણ વાંચો- 15 વર્ષમાં 1 કરોડ- પૈસા કમાવાની આ ફોર્મ્યુલા શીખી લીધી તો લોકો પૂછશે- કઈ રીતે કર્યું
એલોટમેન્ટની અંદાજિત તારીખ
બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓની એલોટમેન્ટની અંદાજિત તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. આ દિવસે ઈન્વેસ્ટરોને ખબર પડી જશે કે તેને આઈપીઓ એલોટ થયો કે નહીં. આ આઈપીઓનું લિસ્ટિંગ 16 સપ્ટેમ્બર 2024ના થવાની આશા છે. કંપનીનો ઈરાદો આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ પોતાનો કેપિટલ બેસ વધવા માટે કરવાનો છે. કંપની ઈચ્છે છે કે તેના દ્વારા કંપનીની ભવિષ્યની વ્યાવસાયિક જરૂરીયાત પૂરી કરવામાં આવે અને આગળ લોન આપી શકાય.
3560 કરોડ રૂપિયાના નવા શેર
આઈપીઓમાં 3560 કરોડ રૂપિયા સુધીના નવા શેર અને મૂળ કંપની બજાજ ફાઈનાન્સ તરફથી 3000 કરોડ રૂપિયાના વર્તમાન શેરની વેચાણની રજૂઆત સામેલ છે. મહત્વનું છે કે આ શેરનું વેચાણ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ મુજબ અગ્રણી નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવાની જરૂર છે.",