15 વર્ષમાં 1 કરોડ- પૈસા કમાવાની આ ફોર્મ્યુલા શીખી લીધી તો લોકો પૂછશે- કઈ રીતે કર્યું? 73 લાખથો માત્ર વ્યાજથી કમાશો

crorepati formula: 15X15X15 નું મેજિક ખુબ કામ આવે છે. પૈસાને વધારવાની શાનદાર રીત છે. આ રૂલ પૈસાને 3 ભાગમાં ડિવાઇડ કરે છે. રોકાણ, સમયગાળો અને વ્યાજ. મતલબ 15 હજાર, 15 વર્ષ માટે, 15 ટકા વ્યાજ પર.

15 વર્ષમાં 1 કરોડ- પૈસા કમાવાની આ ફોર્મ્યુલા શીખી લીધી તો લોકો પૂછશે- કઈ રીતે કર્યું? 73 લાખથો માત્ર વ્યાજથી કમાશો

crorepati formula: પૈસા કમાયા પણ તેને વધારવા કેવી રીતે? તમારા પૈસાનું સંચાલન કેવી રીતે કરવું? ક્યાંથી શરૂઆત કરવી? પરંતુ, એક ફોર્મ્યુલા છે જે તમારી બધી સમસ્યાઓનું સમાધાન આપે છે.  15X15X15 નું મેજિક ખુબ કામ આવે છે. પૈસાને વધારવાની શાનદાર રીત છે. આ રૂલ પૈસાને 3 પાર્ટમાં ડિવાઇડ કરે છે. રોકાણ, સમયગાળો અને વ્યાજ. મતલબ 15 હજાર, 15 વર્ષ માટે, 15% વ્યાજ પર. આ ફોર્મ્યુલાથી રોકાણની શરૂઆત કરશો તો કરોડપતિ બની શકો છો. પરંતુ તે પાછળ એક ફોર્મ્યુલા કામ કરે છે. તે છે કમ્પાઉન્ડિંગ (compound interest investment)ની ફોર્મ્યુલા. પાવર ઓફ કમ્પાઉન્ડિંગની ફોર્મ્યુલા તે શીખવાડે છે કે રોકાણ હોય તો લાંબુ હોય.

શું હોય છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ?
- મૂળ રોકાણ પર વ્યાજ
- બંને રકમ પર ફરીથી વ્યાજનો લાભ
- રોકાણ+વ્યાજ+વ્યાજ+વ્યાજ= કમ્પાઉન્ડિંગ

કઈ રીતે બનશે 15x15x15 થી પૈસા?
રોકાણ - 15,000 રૂપિયા (₹15,000 monthly investment)
સમયગાળો - 15 વર્ષ
વ્યાજ - 15 ટકા
કોર્પસ - 15 વર્ષ બાદ 1 કરોડ રૂપિયા
કુલ રોકાણ- 27 લાખ રૂપિયા
કમ્પાઉન્ડિંગ- 73 લાખ વ્યાજથી કમાણી

Crorepati Formula: How to make crores through compound interest Here is how to calculate, Check details

₹15,000 નહીં ₹10 હજારથી 1 કરોડ ક્યારે બનશે?
જો તમે મ્યૂચુઅલ ફંડની સાથે માસિક SIP (monthly SIP for 1 crore) કરો છો. તો તેની શરૂઆત 10 હજાર રૂપિયાથી કરો. સામાન્ય રીતે મ્યૂચુઅલ ફંડ્સમાં રિટર્ન 12 ટકા સુધી મળી શકે છે. અહીં તમારે 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. 20 વર્ષમાં તમારૂ કુલ રોકાણ 24 લાખ રૂપિયા થશે. પરંતુ વ્યાજ મળશે 74.93 લાખ રૂપિયા. એટલે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગે કામ કર્યું. SIP ની કુલ વેલ્યૂ 98.93 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. કુલ 74.93 લાખ રૂપિયાની કમાણી માત્ર વ્યાજથી થશે.

વ્યાજ પર વ્યાજથી વધી કમાણી
તેવામાં તમે સમજી શકો છો કે રોકાણ કરવા પર તમારી જે આવક થાય છે, તેને ફરીથી રોકાણ કરવું કમ્પાઉન્ડિંગ હોય છે. તેમાં તમને મૂળ રકમની સાથે વ્યાજ પર પણ વ્યાજ મળે છે. કમ્પાઉન્ડિંગ તમારા રોકાણને વધારવાનું મોટું માધ્યમ છે.

નોટઃ ઉપર આપવામાં આવેલી ગણતરી એક અનુમાન તરીકે બનાવવામાં આવી છે. કોઈ પ્રકારના રોકાણ પહેલા તમારા સલાહકારની સલાહ જરૂર લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news