નવી દિલ્હી: આ રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) નો છે એટલે અવિશ્વાસ થાય તેવું કોઈ કારણ જણાતું નથી. IMFના આ રિપોર્ટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP)  મામલે બાંગ્લાદેશ (Bangladesh) ભારતથી આગળ નીકળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીડીપીમાં આવી શકે છે ઘટાડો
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના આ રિપોર્ટની સૌથી ચોંકાવનારી ખબર મુજબ દક્ષિણ એશિયામાં સ્થિત વૈશ્વિક મહાશક્તિ ભારતને પ્રતિવ્યક્તિ જીડીપી મામલે તેના જ ટચૂકડા પાડોશી દેશ તરફથી પછડાટ મળી શકે છે. આ રિપોર્ટ કહે છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી મામલે બાંગ્લાદેશ ભારત કરતા આગળ નીકળી રહ્યું છે. તેનું કારણ એ જણાવાયું છે કે આ વર્ષે ભારતની જીડીપીમાં અંદાજે 10.3 ટકાનો ઘટાડો આવી શકે છે. 


Gold price today: આજે સોનું મોંઘુ થયું, આટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ 


ભારત બનશે ગરીબ દેશ!
દુનિયામાં વિકાસના નીત નવા સોપાન સર કરતા ભારત માટે આ ખબર ખુબ ચોંકાવનારી છે અને વિશ્વાસ ન આવે તેવી. પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ દ્વારા પ્રસ્તુત વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક (WEO)ના રિપોર્ટનું કહેવું છે કે ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી બાંગ્લાદેશથી પણ ઓછી થવાની છે અને ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ગરીબ દેશ બનવા તરફ અગ્રેસર છે. 


IMFનું અનુમાન- આ વર્ષેમાં અર્થવ્યવસ્થાનું પતન થશે, પરંતુ 2021મા ચીનને પછાડી દેશે ભારત


અવિશ્વસનીય છે અનુમાન
આઈએમએફનું આ માત્ર અનુમાન છે જે ખોટું પણ સાબિત થઈ શકે છે. આ અનુમાન કહે છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં  આવે તો લાગે છે કે બાંગ્લાદેશ ભારતને પછાડીને આગળ નીકળવા માટે તૈયાર છે. આઈએમએફની ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ કહે છે કે વર્ષ 2020માં બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી 4 ટકા ઘટીને 1888 ડોલર થઈ શકે છે. જ્યારે ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી 10.3 ટકા ઘટીને 1877 ડોલર થવાની આશંકા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube