મુંબઇ: અર્થવ્યવસ્થામાં નરમાઇ, ઓછી માંગ તથા બેંકોને જોખમ આવવાથી નાણાકીય વર્ષ 2019-20માં બેંકોના વહેંચાયેલા વૃદ્ધ દર ગત પાંચ દાયકામાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ચૂક્યો છે. રિઝર્વ બેંક આંકડા અનુસાર આ લોન વૃદ્ધિ દર 6.14 ટકા રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રિઝર્વ બેંકના આંકડા અનુસાર આ પહેલાં નાણાકીય વર્ષ 1961-62માં બેંકોનો વહેંચાયેલો વૃદ્ધિ દર 5.38 ટકા રહ્યો હતો. આંકડા અનુસાર 2019-20માં 27 માર્ચ સુધી બેંકોએ આપેલી લોન 10.371 લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે આ 29 માર્ચ 2019 માર્ચના 979.71 લાખ કરોડ રૂપિયા રહી હતી. 


ફિચ રેટિંગ્સના નિર્દેશક (નાણાકીય સંસ્થાન) શાશ્વત ગુહાએ કહ્યું કે આલોચ્ય નાણાકીય વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થા નબળી રહી છે, જેના લીધે માંગ પર અસર પડી છે. આ ઉપરાંત બેંકો સમક્ષ જોખમ પણ વધુ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર