Bank Holiday: સતત 6 દિવસ બેન્કો રહેશે બંધ, ઓકટોબરના અંતમાં રજાઓની ભરમાર
દેશભરમાં દિવાળીના તહેવારની સીઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોની સીઝન દરમિયાન બેન્કોમાં ઓક્ટોબરના અંતમાં લાંબી રજાઓ આવવાની છે. તમારે પણ બેન્કનું કામ હોય તો પહેલાં રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો.
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર આવી ગયો છે. લોકો તહેવારની ઉજવણી માટે ખરીદી કરી રહ્યાં છે. તહેવારની સીઝનને કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં રજાઓની ભરમાર છે. હવે બેન્કોમાં પણ લાંબી રજાઓ શરૂ થઈ છે. કારણ કે કાલ શનિવાર 22 ઓક્ટોબરથી 6 દિવસ સુધી બેન્કોમાં રજા રહેવાની છે.
આ મહિનાના બાકી કુલ 10 દિવસમાંથી આઠ દિવસ દેશના અલગ-અલગ ભાગમાં બેન્કોમાં રજા રહેશે. તેથી તમે દિવાળી બાદ પણ બેન્ક જવાનું વિચારી રહ્યાં છો તો એકવાર કેલેન્ડર જરૂર જોઈ લેજો.
રિઝર્વ બેન્કનું 21 ઓક્ટોબર બાદનું રજાઓનું લિસ્ટ જુઓ તો દિવાળી, નવુ વર્ષ અને ભાઈબીજના અવસર પર બેન્કમાં રજાઓ રહેવાની છે. પરંતુ રાજ્યો અને શહેરો પ્રમાણે બેન્કમાં રજાઓ અલગ-અલગ હોય છે. ઘણા રાજ્યોમાં મુખ્ય તહેવાર પર માત્ર ત્યાં બેન્કો બંધ રહે છે. આ સપ્તાહના શનિવાર અને રવિવાર સિવાય પણ બેન્ક સતત ચાર દિવસ બંધ રહેવાની છે. શનિવાર અને રવિવારની રજાને ભેગી કરો તો બેન્ક સતત છ દિવસ સુધી બંધ રહેશે.
આ પણ વાંચોઃ 2G ઇથેનોલ પ્લાન્ટ ભારતનો નવો અધ્યાય લખશે, હવે પેટ્રોલની આયાત પર મૂકાશે કાપ
બેન્કની રજાઓનું લિસ્ટ
22 ઓક્ટોબર- ચોથો શનિવાર, દરેક જગ્યાએ બેન્ક બંધ
23 ઓક્ટોબર- રવિવાર, દરેક જગ્યાએ બેન્ક બંધ
24 ઓક્ટોબર- દિવાળી, ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલને છોડી દરેક જગ્યાએ બેન્ક બંધ
25 ઓક્ટોબર- ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુર
26 ઓક્ટોબર- નવુ વર્ષ- ગુજરાતમાં બેન્કો બંધ
27 ઓક્ટોબર- ભાઈબીજ- ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર અને લખનઉ
30 ઓક્ટોબર- રવિવાર, દરેક જગ્યાએ બેન્કો બંધ
31 ઓક્ટોબર, સરદાર પટેલ જયંતિ- રાંચી, પટના અને અમદાવાદમાં બેન્ક બંધ
ઓનલાઇન બેન્કિંગ સેવા જારી રહેશે
હકીકતમાં બેન્કિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવતા તહેવારો કે તે રાજ્યોમાં થનારા આયોજન પર નિર્ભર રહે છે. તહેવારોની સીઝનમાં બેન્કોની બ્રાન્ચ બંધ રહે પરંતુ આ દરમિયાન તમે જરૂર પડે તો ઓનલાઇન બેન્કિંગની સુવિધાનો લાભ લઈ શકો છો. આ સેવા 24 કલાક ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube