2G ઇથેનોલ પ્લાન્ટ ભારતનો નવો અધ્યાય લખશે, હવે પેટ્રોલની આયાત પર મૂકાશે કાપ

Business News : ચોખાના ભુંસામાંથી ઇંધણ બનાવતું એશિયાનો પહેલો સૌથી મોટો 2જી ઇથેનોલ પ્લાન્ટ ભારતમાં બન્યો...  વૈકલ્પિક ઇંધણ ઇથેનોલ થકી સમૃદ્ધિ તરફ દેશની વધુ એકવાર છલાંગ

2G ઇથેનોલ પ્લાન્ટ ભારતનો નવો અધ્યાય લખશે, હવે પેટ્રોલની આયાત પર મૂકાશે કાપ

નિધિ પટેલ/અમદાવાદ :કુદરતી સંસાધનો.. મનુષ્ય જીવન ઘણી બધી રીતે આ કુદરતી સંસાધનો પર નિર્ભર રહે છે. તેમાંથી એક છે પૃથ્વીના પેટાળમાંથી મળતી પેટ્રોલિયમ પેદાશો. એટલે કે ઇંધણ. પણ આપણે બધા જાણીએ છીએ કે ભવિષ્યમાં માત્ર પેટ્રોલ ડીઝલ પર દેશ નિર્ભર ન રહી શકે. અને તેથી જ દેશ તે દિશામાં પણ આત્મનિર્ભર બનવા આગળ વધી રહ્યું છે. ઇથેનોલ એક એવું ઇંધણ છે જે પેટ્રોલમાં ભેળવવામાં આવે તો ક્રૂડ ઓઇલની આયાત પણ ઓછી કરવી પડે. આ રીતે આપણે આયાત બિલ ઘટાડી શકાય છે. 2014 માં પેટ્રોલમાં સરેરાશ 1.3 ટકા ઇથેનોલ ભેળવવામાં આવતું હતું, તે 2021-22 સુધીમાં વધારીને સરેરાશ 10 ટકા સુધી લાવવામાં આવ્યું છે. નીતિ આયોગનું લક્ષ્ય 2025 સુધીમાં ઇથેનોલની ભેળવણીને 20 ટકા સુધી લઈ જવાનું છે. આ લક્ષ્યમાં આગળ વધવા માટે ખૂબ જ મહત્વનો ફાળો હરિયાણાના પાણીપત રિફાઇનરી ખાતે આવેલો 2G ઇથેનોલ પ્લાન્ટનો રહેશે. પીએમ મોદીના હસ્તે આ પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

આ પ્લાન્ટ ગેમચેન્જર સાબિત થશે 
કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંચાલિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અંદાજિત રૂ. 900 કરોડથી વધુના ખર્ચે આ પ્લાન્ટ બનાવાયો છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા ઓક્ટોબર 1998માં શરૂ કરવામાં આવેલી પાણીપત રિફાઇનરીએ કંપનીની 7મી અને ટેકનિકલ દૃષ્ટિએ ભારતની સૌથી અદ્યતન જાહેર ક્ષેત્રનું રિફાઇનરી સંકુલ છે. તેમાં બનેલો 2G (બીજી જનરેશનન) ઈથેનોલ પ્લાન્ટ પોતાની રીતે અનોખો, એશિયામાં સૌપ્રથમ, અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જે ફીડ તરીકે ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ દ્વારા વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરશે. તેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવશે અને આ પ્રકારે તે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ગેમચેન્જર પુરવાર થશે.

અનાજના સ્ટેમમાંથી બનશે ઈથેનોલ
આમ તો ગુજરાતમાં શેરડીમાંથી પણ ઇથેનોલ બનાવાય છે. પણ આ ખાસ 2G ઇથેનોલ પ્લાન્ટની ખાસિયત એ છે કે અહી પહેલીવાર અનાજના સ્ટેમમાંથી ઇથેનોલ બનાવાય છે. જેની પ્રોસેસ ઘણી લાંબી છે. આ પ્લાન્ટમાં બાયો માસ તૈયારી સેક્શન, મુખ્ય પ્રોસેસનો પ્લાન્ટ, એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ, કો-ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, ડિગેસિફાઇંગ કોલમ, સ્પ્લિટ એનલાઇઝર કોલમ, રેક્ટિફાયર કમ એક્ઝોસ્ટ કોલમ, રેસિડ્યૂ સંચાલન વિભાગ અને એવોપરેટર્સનો સમાવેશ થાય છે.

2g ઇથેનોલ પ્લાન્ટ

  • ક્ષમતા: 100 કિલો લીટર પ્રતિ દિવસ,
  • પ્રોજેક્ટ ખર્ચ: 909 કરોડ રૂપિયા
  • ઇથેનોલની શુદ્ધતા: 99.6%
  • ફીડ: ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નો- સેલ્યુલોસિક

ટેકનોલોજી
“એન્ફિનિટી” ટેકનોલોજીના આધારે આ પ્લાન્ટ 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે ફીડસ્ટોક અને ગૌણ ઇંધણ (બોઇલર માટે) તરીકે વાર્ષિક 2 લાખ MT ચોખાના સ્ટ્રો (ભૂસા) નો ઉપયોગ કરશે. મોટર સ્પિરિટ (પેટ્રોલ) માં 20% ઈથેનોલ મિશ્રણ અને અન્ય લાભ માટેના ભારત સરકાર (GoI)ના લક્ષ્યને પૂરું કરવા માટે ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવશે. આ પ્લાન્ટમાં બાયો માસ તૈયારી સેક્શન, મુખ્ય પ્રોસેસનો પ્લાન્ટ, એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ, કો-ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, ડિગેસિફાઇંગ કોલમ, સ્પ્લિટ એનલાઇઝર કોલમ, રેક્ટિફાયર કમ એક્ઝોસ્ટ કોલમ, રેસિડ્યૂ સંચાલન વિભાગ અને એવોપરેટર્સનો સમાવેશ થાય છે. પાણીપત ખાતેનો 2g ઇથેનોલ પ્લાન્ટ વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરશે, જેનું ગેસોલિન સાથે મિશ્રણ કરવામાં આવશે અને ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે. તેનાથી ઇથેનોલ પર ટેક્સની આવક અને gstની આવકથી પણ અર્થતંત્રને ફાયદો થશે. આ પ્રોજેક્ટ રોજગારીનું સર્જન કરીને અને ખેડૂતોને તેમની આવકમાં વધારો કરીને તેમને લાભ આપશે. જેથી ગ્રામીણ જીવન ફરીથી ધબકતુ થશે. 2g ઇથેનોલનું ઉત્પાદન ghg ઉત્સર્જનને બચાવશે, અને અત્યાર સુધી પરાળ બાળવાથી આપણા પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાતું હતું તેનાથી પર્યાવરણને બચાવી શકાશે.

ehanol_plant_zee2.jpg

આત્મનિર્ભર ભારત

આ પ્રોજેક્ટમાં મેસર્સ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્વદેશી ટેકનોલોજી પર આધારિત પ્રથમ વ્યાપારી પ્લાન્ટ સમાવેલો છે. આજદિન સુધીમાં, એશિયામાં 2g ઇથેનોલના ઉત્પાદન માટેની અન્ય કોઇ પુરવાર થયેલી ટેકનોલોજી ઉપલબ્ધ નથી.

પર્યાવરણલક્ષી લાભ
આ પ્રોજેક્ટના કારણે ચોખાના પરાળને સળગાવવાનું બંધ થઇ જશે. જેથી પર્યાવરણને ફાયદો થશે અને ગેસોલિનમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી ગ્રીન-હાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળશે. તે 3,00,000 mt ghg ઉત્સર્જન બચાવશે. આ આંકડો આ દેશના માર્ગો પરથી વાર્ષિક 62,000થી વધુ કારના પ્રદૂષણને દૂર કરવાની સમકક્ષ છે.

સમાજને થતા લાભ

  • ગ્રામીણ વિસ્તારોમાં 1500થી વધુ નોકરીઓનું સર્જન થશે અને ખેડૂતો માટે નવી આવક ઉભી થશે, જેથી ગ્રામીણ અર્થતંત્ર ફરી બેઠું થઇ શકશે.
  • આ પ્રોજેક્ટ માટે દર વર્ષે 2 લાખ મેટ્રિક ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)ની જરૂર પડશે, જે પ્રોજેક્ટ સાઇટની આસપાસના 89,000 કરતાં વધુ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ચોખાના સ્ટ્રો (ભૂસા)ના એકત્રીકરણથી તેમની આવકમાં પ્રત્યક્ષ રીતે વધારો કરવામાં મદદ મળી રહેશે.

ehanol_plant_zee.jpg

અર્થતંત્રને થનારા લાભ

  • બાયો ઇથેનોલના ઉત્પાદનથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે.
  • ખેતરોમાં પરાળી સળગાવવાની કામગીરી અટકી જવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે.
  • કૃષિ-પાકના અવશેષો (પરાળ) નો ઉપયોગ કરીને ખેડૂતોની આવકમાં તબક્કાવાર વધારો થશે.
  • બાયોમાસ લોજિસ્ટિક્સ ગ્રામીણ વિસ્તારોમાં વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે.
  • રોજગાર સર્જન: 2g ઇથેનોલ પ્રોજેક્ટના કારણે પ્લાન્ટના પરિચાલન માટે લોકોને સીધી રોજગારી મળી રહેશે. ચોખાના સ્ટ્રો (ભૂસા) કાપવા, સંચાલન કરવા, સંગ્રહ કરવા માટે પુરવઠા શૃંખલામાં વધારાની પરોક્ષ રોજગારીનું પણ સર્જન થશે.

પરંતુ પેટ્રોલના ભાવ ઘટશે કે નહિ?
પણ ઇથેનોલના મિશ્રણના ઉપયોગ સાથે પેટ્રોલના ભાવમાં ઘટાડાની આશા લગભગ નહિવત્ છે. કેમ કે ઇથેનોલ પ્રોડક્શનનો ખર્ચ પણ ખૂબ વધુ છે. ફાયદો એટલો કે ઇથેનોલની મદદથી આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું. ખેડૂતોની આવકમાં વધારો અને દેશમાં ઇંધણની આયાત ઘટાડી શકીશું. 2030 સુધીમાં, અર્થતંત્રની કાર્બન સઘનતા ઘટાડીને 45%થી ઓછી સુધી પહોંચાડી શકીશું. તેમજ, 2070 સુધીમાં દેશ કાર્બન ન્યૂટ્રલ બનશે અને ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

ભારત 2030 સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા વધારીને 500 gw સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે. 2030 સુધીમાં, દેશની 50% ઉર્જા જરૂરિયાતો અક્ષય ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરીને પૂરી કરવામાં આવશે. કચરામાંથી પૈસા કમાવવાના ભારતના પ્રયાસોમાં એક નવો અધ્યાય ખોલશે. સાથે સાથે પેટ્રોલ ડીઝલ પરની દેશની નિર્ભરતાને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news