Bank Holidays in April 2022: બેંકિંગ સર્વિસ સાથે જોડાયેલા તમારા કામ આજથી એક અઠવાડિયા પછી થશે. કારણ કે આજે એટલે કે ગુરુવારથી બેંકોમાં ચાર દિવસની રજા છે. અમુક શહેરોમાં અલગ અલગ રજાઓના કારણે બેંક ચાર દિવસ સુધી બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે બેંક 14, 15, 16 અને 17 એપ્રિલે બંધ રહેશે. આ રજાઓમાં રવિવારની રજા પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના હિસાબથી અલગ અલગ રજાઓ
જોકે, દરેક રાજ્યમાં બેંકની રજાઓ પણ અલગ અલગ હોય છે. જોકે અમુક એવી રજાઓ હોય છે, જેમાં સમગ્ર દેશમાં બેંક બંધ રહે છે. તો આવો જાણીએ આજથી શરૂ થતી બેંકોમાં ચાર દિવસની રજાઓ વિશે...


ક્યારે બંધ રહેશે બેંક  (Bank Holidays List April 2022)
- 14 એપ્રિલ- ડો બાબાસાહેબ આંબેડકર જયંતી/ મહાવીર જયંતી/ બૈસાખી/ ચૈરોબા, બિજૂ ફેસ્ટિવલ, બોહાર બિહૂ (શિલાંગ અને શિમલા સિવાય અન્ય જગ્યાએ બેંક બંધ)
- 15 એપ્રિલ- ગુડ ફ્રાઈડે/ બંગાળી નવવર્ષ/ હિમાચલ દિવસ/ બોહાગ બિહૂ (આ દિવસે જયપુર, જમ્મુ અને શ્રીનગરને છોડીને અન્ય સ્થાનો પર બેંક બંધ રહેશે)
- 16 એપ્રિલ- બોહાગ બિહૂ (ગુવાહાટીમાં બેંકોમાં રજા રહેશે)
- 17 એપ્રિલ- રવિવારની સાપ્તાહિક રજા


આ અઠવાડિયા પછી એપ્રિલમાં બેંકોમાં રજા
21 એપ્રિલ, 2022: ત્રિપુરામાં ગરિયા પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
23 એપ્રિલ 2022: ચોથો શનિવાર.
24 એપ્રિલ 2022 : રવિવાર.
29 એપ્રિલ, 2022: જમ્મુ અને કાશ્મીરમાં બેંકો બંધ રહેશે.


નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર બેંકની રજા અલગ અલગ રાજ્યોમાં મનાવવામાં આવતા તહેવાર અને ખાસ અવસરોની અધિસૂચના પર નિર્ભર હોય છે. રજા દરમિયાન જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમે નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા તમારું કામ પતાવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube