Bank Holidays in May: આ મહિને આટલા દિવસ બંધ રહેશે બેંક, વાંચી લો લિસ્ટ
ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં બેંકની રજાઓની યાદી જાહેર કરી છે. અહીં અમે આરબીઆઇની યાદી વિશે વિસ્તાર પૂર્વક જણાવીશું. તમે લિસ્ટ મુજબ બેકના કામકાજ પુરા કરવાનો પ્લાન બનાવો.
Bank Holidays List in May 2022: મે મહિનાની શરૂઆત થતાં જ આગ ઓકતી ગરમી શરૂ થઇ ગઇ છે. એવામાં કોઇ કામ માટે ઘરેથી નિકળવું જંગ જીતવાથી ઓછું નથી. ઘણીવાર એવું થાય છે કે પુરા પ્લાનિંગ સાથે ઘરેથી નિકળો છે અને ખબર પડે છે તે ઓફિસ તો બંધ છે. ખાસકરીને બેંકના મામલે આવું ઘણીવાર થાય છે. એવામાં જરૂરી છે કે ઘરેથી નિકળતા પહેલાં ચેક કરી લો આજે બેંક તો બંધ નથી ને.
જો તમારે પણ હમણાં બેંક જવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા માતે ખૂબ જરૂરી છે. કારણ કે મે મહિનામાં એક બે નહી પરંતુ 10 દિવસથી વધુ બેંક બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં બેંકની રજાઓની યાદી જાહેર કરી છે. અહીં અમે આરબીઆઇની યાદી વિશે વિસ્તાર પૂર્વક જણાવીશું. તમે લિસ્ટ મુજબ બેકના કામકાજ પુરા કરવાનો પ્લાન બનાવો.
મે મહિનામાં ઇદ, પરશુરામ જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, જેવા તહેવારોના લીધે બેંક ઘણા દિવસ બંધ રહેશે. જોકે મહિનાની શરૂઆત જ રવિવાર સાથે થઇ રહી છે. તો પહેલી મેના રોજ આખા દેશમાં બેંક બંધ છે. 2 મેના રોજ કોચ્ચિ અને તિરૂઅનંનતપુરમમાં ઇદ-ઉલ-ફિતરના કારણે બેંક બંધ રહેશે. 2 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતિ પણ છે. એટલા માટે આ દિવસે ઘણા બીજા રાજ્યોમાં પણ બેંક બંધ રહેશે. 3 મેના રોજ ઇદ-ઉલ-ફિતરનો તહેવાર છે અને આ દિવસે આખા દેશમાં બેંક બંધ રહેશે. આ દિવસે કર્ણાટકમાં બસવા જયંતિ પણ છે. આ દિવસ સ્થાનિક રજા છે.
મે મહિનામાં બેંકની રજાઓની યાદી
01 મે 2022 – મજૂર દિવસ/મહારાષ્ટ્ર દિવસ/રવિવાર
02 મે 2022 – ભગવાન પરશુરામ જયંતિ (ઘણા રાજ્યોમાં રજા)
03 મે 2022 – ઇદ-ઉલ-ફિતર (આખા દેશમાં), બસવા જયંતિ (કર્ણાટક), અક્ષય તૃતિયા
04 મે 2022 – ઇદ-ઉલ-ફિતર (તેલંગાણા)
08 મે 2022 – રવિવાર
09 મે 2022 – ગુરૂ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ (પશ્વિમ બંગાળ અને ત્રિપુરા)
14 મે 2022 – બીજો શનિવાર
15 મે 2022 – રવિવાર
16 મે 2022 – બુદ્ધ પૂર્ણિમા (આખા દેશમાં બેંક બંધ રહેશે)
22 મે 2022 – રવિવાર
24 મે 2022 – કાઝી નજરૂલ ઇસ્લામ જન્મદિવસ (સિક્કિમ)
28 મે 2022 – ચોથો શનિવાર
29 મે 2022 – રવિવાર
આ પ્રકારે બેંકના કામ માટે ઘરેથી નિકળતી વખતે રજાના લિસ્ટ પર નજર જરૂર નાખો. ક્યાં આ ભયંકર ગરમીમાં તમારી મહેનત પર પાણી ન ફરી વળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube