Bank Holidays in 2024: વર્ષ 2023નું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે અને નવા વર્ષની શરૂઆત થવાની છે. આમ તો 2024માં શનિવાર (બીજો અને ચોથો શનિવાર) અને રવિવાર સિવાય ઘણા દિવસ બેન્ક બંધ રહેશે. બેન્કમાં રજા રિઝર્વ બેન્ક લોકલ તહેવારો અને જયંતિ પ્રમાણે જાહેર કરે છે. આ સિવાય રાષ્ટ્રીય તહેવારોને કારણે પણ બેન્કો બંધ રહે છે. બેન્ક જરૂરી નાણાકીય સંસ્થા છે. તેવામાં અહીં લાંબી રજાને કારણે ગ્રાહકોએ ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં રજાઓનું લિસ્ટ જોઈને પોતાના કામનું પ્લાનિંગ કરવું જોઈએ. જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બેન્કો રહેશે બંધ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024માં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે-
1 જાન્યુઆરી, 2024- દેશભરમાં બેંકો બંધ રહેશે.
11 જાન્યુઆરી, 2024- મિઝોરમમાં મિશનરી ડેને કારણે બેંકો બંધ 
12 જાન્યુઆરી, 2024- પશ્ચિમ બંગાળમાં સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
13 જાન્યુઆરી, 2024- બીજા શનિવાર અને લોહરીના કારણે બેંકો બંધ રહેશે.
14 જાન્યુઆરી, 2024- મકરસંક્રાંતિ અને રવિવારના કારણે દેશના ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
15 જાન્યુઆરી, 2024- પોંગલના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં બેંકો બંધ રહેશે.
16 જાન્યુઆરી, 2024- પશ્ચિમ બંગાળ અને આસામમાં તુસુ પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
17 જાન્યુઆરી, 2024- ગુરુ ગોવિંદ સિંહ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
23 જાન્યુઆરી, 2024- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
25 જાન્યુઆરી, 2024- હિમાચલ પ્રદેશ રાજ્ય દિવસને કારણે રાજ્યમાં રજા રહેશે.
26 જાન્યુઆરી, 2024- ગણતંત્ર દિવસના કારણે બેંકોમાં રજા રહેશે.
31 જાન્યુઆરી, 2024- આસામમાં મી-ડામ-મી-ફીના કારણે રજા રહેશે.
15 ફેબ્રુઆરી, 2024- મણિપુરમાં લુઇ-ન્ગાઇ-નીને કારણે બેંકો બંધ રહેશે.
19 ફેબ્રુઆરી, 2024- મહારાષ્ટ્રમાં શિવાજી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે.
8 માર્ચ, 2024- મહાશિવરાત્રીના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
25 માર્ચ, 2024- હોળીના કારણે બેંકો બંધ રહેશે.
29 માર્ચ, 2024- ગુડ ફ્રાઈડેના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
9 એપ્રિલ, 2024- કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઉગાદી/ગુડી પડવા પર બેંકો બંધ રહેશે.
10 એપ્રિલ, 2024- ઈદ-ઉલ-ફિત્રને કારણે બેંકો બંધ રહેશે.
17 એપ્રિલ, 2024- રામ નવમીના કારણે બેંકોમાં રજા રહેશે.
1 મે, 2024- મજૂર અને મહારાષ્ટ્ર દિવસના કારણે ઘણા રાજ્યોમાં રજા રહેશે.
10 જૂન, 2024- શ્રી ગુરુ અર્જુન દેવ જી શહીદ દિવસના કારણે પંજાબમાં બેંક હશે.
15 જૂન, 2024- મિઝોરમમાં YMA દિવસને કારણે બેંકો બંધ રહેશે.
6 જુલાઈ, 2024- MHIP દિવસને કારણે મિઝોરમમાં બેંકો બંધ રહેશે.
17 જુલાઈ, 2024- મહોરમને કારણે બેંકોમાં રજા રહેશે.
31 જુલાઈ, 2024- શહીદ ઉધમ સિંહ શહીદ દિવસ, હરિયાણા અને પંજાબમાં બેંકોમાં રજા રહેશે.
15 ઓગસ્ટ, 2024- સ્વતંત્રતા દિવસના કારણે બેંકોમાં રજા રહેશે.
19 ઓગસ્ટ, 2024- રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે.
26 ઓગસ્ટ, 2024- જન્માષ્ટમીના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
7 સપ્ટેમ્બર, 2024- મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.
13 સપ્ટેમ્બર, 2024- રામદેવ જયંતિ, તેજા દશમી, રાજસ્થાનમાં બેંકો બંધ રહેશે.
16 સપ્ટેમ્બર, 2024- ઈદ-એ-મિલાદના કારણે ઘણા રાજ્યોમાં રજા રહેશે.
17 સપ્ટેમ્બર, 2024- સિક્કિમમાં ઈન્દ્ર જાત્રાને કારણે બેંકો બંધ રહેશે.
18 સપ્ટેમ્બર, 2024- કેરળમાં નારાયણ ગુરુ જયંતિના કારણે રજા રહેશે.
21 સપ્ટેમ્બર, 2024- નારાયણ ગુરુ સમાધિના કારણે કેરળમાં રજા રહેશે.
23 સપ્ટેમ્બર, 2024- હરિયાણામાં બહાદુરોના શહીદ દિવસને કારણે બેંકો બંધ રહેશે.
2 ઓક્ટોબર, 2024- ગાંધી જયંતિના કારણે દેશભરમાં બેંકો રહેશે.
10 ઓક્ટોબર, 2024- મહા સપ્તમીના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
11 ઓક્ટોબર, 2024- મહાઅષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.
12 ઓક્ટોબર, 2024- દશેરાના કારણે બેંકો બંધ રહેશે.
31 ઓક્ટોબર, 2024- સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના કારણે ગુજરાતમાં બેંકો બંધ રહેશે.
1 નવેમ્બર, 2024- કુટ, હરિયાણા દિવસ, કર્ણાટક રાજ્યોત્સવના દિવસે ઘણા રાજ્યોમાં રજા રહેશે.
2 નવેમ્બર, 2024- નિંગોલ ચકોઉબા મણિપુરમાં બેંક બંધ રહેશે.
7 નવેમ્બર, 2024- બિહાર અને ઝારખંડમાં છઠ પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
15 નવેમ્બર, 2024- ગુરુ નાનક જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
18 નવેમ્બર, 2024- કર્ણાટકમાં કનક દાસ જયંતિની રજા રહેશે.
25 ડિસેમ્બર, 2024- નાતાલને કારણે રજા રહેશે.


આ પણ વાંચોઃ DA Hike: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, પગારમાં થશે વધારો, જાણો


બેન્ક બંધ રહેતા ઓનલાઈન કરો કામ
ભારતીય રિઝર્વ બેન્કો ગ્રાહકોની સુવિધા માટે દર વર્ષે રાજ્યોના તહેવારો અને જયંતિ પ્રમાણે રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. જો તમારે કોઈ કામનું પ્લાન કરવું છે તો આ રજાઓનું લિસ્ટ જોઈને કરી શકો છો. બેન્ક બંધ હોવાને કારણે ગ્રાહકોના ઘણા જરૂરી કામ અટકી જાય છે. તો તમે ઘરે બેઠા નેટ બેન્કિંગ દ્વારા તમારા કામ કરી શકો છો. આ સિવાય એટીએમની મદદથી પૈસા ઉપાડી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube