લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? સહેલીના કારણે લગ્નજીવન બરબાદ!

ચાંદખેડામાં એક પતિએ પોતાની પત્ની અને તેની સહેલી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર આક્ષેપો લગાવીને સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની તેની સહેણી સાથે જતી રહેતી હોવાનો આક્ષેપ કરતી હૈબીયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. 

લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? સહેલીના કારણે લગ્નજીવન બરબાદ!

ઝી બ્યુરો/અમદાવાદ: લેસ્બિયન સંબંધોના દબાણમાં કેવા કેવા પરિણામો આવે છે તેનું એક ઉદાહરણ આપતો કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં નોંધાયો છે. ચાંદખેડામાં એક પતિએ પોતાની પત્ની અને તેની સહેલી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર આક્ષેપો લગાવીને સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની તેની સહેણી સાથે જતી રહેતી હોવાનો આક્ષેપ કરતી હૈબીયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. 

પત્નીની એક લેબિયન સહેલીના કારણે લગ્નજીવન બરબાદ!
અરજદારે કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે તેના લગ્ન 09-10-2022ના રોજ થયા હતા. તેઓ રાજીખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે અને ફેબ્રુઆરી- ૨૦૨5માં તેને ડિલીવરી થવાની શક્યતા છે. જોકે તેમની ખુશીઓની કોઈને નજર લાગી હોય તેમ તેમના જીવનમાં પત્નીની એક લેબિયન સહેલીની એન્ટ્રી થઈ હતી. તે નાનપણથી તેમની પત્ની તરફ આકર્ષણ હતું. તે દરમ્યાન ગત તારીખ 29-10-2024ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમા કોઈને કીધા વગર જતી રહી હતી. 

અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં કરી છે અરજી! 
બીજીબાજુ પત્નીની બહેનપણી પણ તેમના ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં જાણવા જોગ પણ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી તેની પત્નીની કોઈ ભાળ મળી નથી. જેના કારણે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઈ, લાપતા બનેલ પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હતી અને 23મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા પોલીસને હુકમ કર્યો હતો.

આ વાત સાંભળીને પતિને મોટો આઘાત લાગ્યો
આ દરમિયાન ચાંદખેડા પોલીસના એક કર્મચારીએ પતિને કહ્યું હતું કે તમારી પત્ની બેંગ્લોરમાં છે અને તે તમારી પાસે આવવા માંગતી નથી. ઈન્સ્ટાગ્રામ એપ મારફતે તેનું નિવેદન પણ પોલીસે નોંધ્યું છે. જે સાંભળી અરજદારને બહુ મોટો આઘાત લાગ્યો હતો. તેમણે પોલીસને એ વીડિયો બતાવવા કહ્યું પણ પોલીસે ના પાડી દીધી હતી. એકબાજુ પોલીસ એમ કહે છે કે તેમની પત્ની બેંગ્લોરમાં છે અને બીજીબાજુ ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા જ અપલોડ થયેલા ફોટાઓ પેલેડિયમ મોલ એસજી હાઇવેના છે એટલે આ કેસમાં કંઈક શંકાસ્પદ હોય તેમ જણાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news