નવી દિલ્હી: આજે ઓગસ્ટ મહિનાની 2 તારીખ છે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન, બકરી ઇદ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને પારસી ન્યૂ ઇયર સહિત ઘણા એવા અવસર છે જ્યારે બેંકોની રજા રહેશે. આ રજા રાજ્યો અનુસાર અલગ-અલગ થઇ શકે છે. એવું જરૂરી છે કે તમે બેંકનો કોઇપણ પ્લાન કરતાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવનાર રજાઓ વિશે જાણકારી લઇ લો. તેનાથી તમારું કામ તો સરળ થઇ જશે, સાથે જ આ મહિનાનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરી શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાની બ્રાંડ AIWA એ ભારતીય બજારમાં ફરી પગ માંડ્યો, LED TV કર્યું લોન્ચ


કુલ 11 દિવસ બંધ રહેશે બેંક
રજાઓની યોગ્ય જાણકારી હોવાથી તમે પહેલાં જ બેંક સંબંધી કામોની યોજના તૈયાર કરી શકો છો. ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર મળીને કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. એટલે કે બેંકોમાં 20 દિવસ કામકાજ રહેશે. એવામાં જરૂરી છે કે તમને એ ખબર હોય કે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ અને ક્યારે બેંક રહેશે. 4, 11, 18 અને 25 ઓગસ્ટના રોજ રવિવાર છે, એવામાં આ ચારેય રવિવાર બેંક બંધ રહેશે જ. 

પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ડીઝલ સ્થિર, જાણો આજનો ભાવ


10 તથા 24 ઓગસ્ટના રોજ મહિનાના બીજો અને ચોથો શનિવાર
આ ઉપરાંત 10 અને 24 ઓગસ્ટના મહિનાના બીજા તથા ચોથો શનિવાર છે. આ દિવસે પણ બેંકોમાં રજા રહેશે. 12 ઓગસ્ટના રોજ બકરી ઇદ (ઇદ-ઉલ-અજહા)ના અવસર પર દેશભરની બેંકો બંધ રહેશે. એટલે કે આ દરમિયાન બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે. 13 ઓગસ્ટના રોજ મણિપુર, જમ્મૂ અને શ્રીનગરમાં બેંકોની રજા રહેશે. ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ, આ દિવસે રક્ષાબંધન પણ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પણ દેશભરની બધી બેંક બંધ રહેશે.

ગુજરાત ફોરચ્યુને નોંધાવી સતત બીજી જીત, દિલ્હીને 3 જીત બાદ મળી પ્રથમ હાર


17 ઓગસ્ટના રોજ પારસી ન્યૂ ઇયર હોવાના લીધે અમદાવાદ, બેલાપુર, મુંબઇ અને નાગપુરમાં બેંકોની રજા રહેશે. 23 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર ભુવનેશ્વર, ચેન્નઇ, દેહરાદૂન, હૈદ્વાબાદ, કાનપુર, લખનઉ અને પટનામાં બેંકોની રજા રહેશે.