અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશે

Gujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશે

IMD India Meteorological Department Alert : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 8 તાલુકામાં વરસ્યો 2થી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે. તેમણે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી પડશે. તો 2થી 5 જુલાઈએ મધ્ય અને દક્ષિણમાં અને 5થી 12 જુલાઈએ અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ આવશે. 

ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો આજે 
નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 

30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 
1 જુલાઇએ વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી
1 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત ,નવસારીમાં ભારે વરસાદની આગાહી
2 જુલાઇએ નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો. 

તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે. 

11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા 
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા 
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા 
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news