નવી દિલ્હી: Bank Holidays in November 2021: જો તમે પણ નવેમ્બર મહિનામાં બેંક સાથે જોડાયેલા કામ કરવાના હોય તો આ અહેવાલ ખાસ વાંચી લેજો. નવેમ્બર 2021માં ધનતેરશ, દિવાળી, ભાઈબીજ, છઠ્ઠ પુજા, ગુરુનાનક જયંતિ જેવી અનેક રજાઓ આવવાની છે. આવી સ્થિતિમાં આખા મહિનામાં કુલ 17 દિવસ બેંક બંધ (Bank Holidays November) રહેશે. આ મહિનામાં બેંકો સળંગ પણ ઘણા દિવસો બંધ રહેવાની છે, તેથી જો તમારે બેંકમાં કોઈ જરૂરી કામ હોય તો તાત્કાલિક પતાવી દો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનાની સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કરી છે, જે મુજબ નવેમ્બર મહિનામાં 17 રજાઓ છે. આ દરમિયાન ભારતના ઘણા શહેરોમાં બેંકો સતત બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આ 17 દિવસની રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે.


મોંઘા પેટ્રોલ-ડીઝલની હવે જરૂર જ નહીં પડે!, આ જબરદસ્ત 5 ઈંધણથી દોડશે તમારી બાઈક-કાર


RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ, RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ ઉપરાંત મહિનામાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે.


મોંઘવારી વચ્ચે ખુશખબર: આ છે વિશ્વની સૌથી વધુ એવરેજ આપતી કાર, 1 કિલો ફ્યૂલમાં 260 KM દોડશે


નવેમ્બર 2021માં બેંકોની રજાઓ...
1 નવેમ્બર- કન્નડ રાજ્યોત્સવ/ Kut બેંગ્લુરુ અને ઈંફાલમાં બેંક બંઘ
3 નવેમ્બર- નરક ચતુદર્શી- બેંગ્લુરુમાં બેંક બંઘ
4 નવેમ્બર – દિવાળી અમાવસ્યા (લક્ષ્મી પૂજા) / દીપાવલી / કાળી પૂજા – બેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ
5 નવેમ્બર – દિવાળી (બાલી પ્રતિપદા) / વિક્રમ સંવત નવું વર્ષ / ગોવર્ધન પૂજા – અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ
6 નવેમ્બર – ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચકોબા – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં બેંકો બંધ
7 નવેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)
10 નવેમ્બર - છઠ પૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠ - પટના અને રાંચીમાં બેંકો બંધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube