નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેન્ક BOI (બેન્ક ઓફ ઇન્ડિયા)એ તહેવારની સીઝન પર કસ્ટમર્સને લલચાવવા માટે મોટી જાહેરાત કરી છે. બેન્કે જાહેરાત કરી છે કે, તહેવારની સીઝન પર હોમ લોન પર ઓછામાં ઓછા વ્યાજ દર લગાવવામાં આવશે. સાથે જ કસ્ટમર્સને પ્રોસેસિંગ ચાર્જ પણ આપવો પડશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 429 બિલિયન ડોલર, જાણો કેટલો છે ચીનનો


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 લાખ સુધી હોમ લોન પર વ્યાજ દર 8.35 ટકા રહેશે. તમને જણાવી દઇએ કે આ લોન રેપો રેટથી લિંક હોય છે. એટલે કે, રેપો રેટના ઘટવા અને વધવા પર તેની સીધી અસર જોવા મળશે. બેન્ક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, એજ્યુકેશન લોન પણ સસ્તા દર પર ઓફર કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- સસ્તું સરકારી સોનું ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, આ રહ્યો રસ્તો


બેન્ક ઓફ ઇન્ડિયાએ SME (સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) સેક્ટરના માટે પણ વેલકમ ઓફર કાઢવામાં આવી છે. આ ઓફર અંતર્ગત 50 લાખથી 5 કરોડ સુધીની લોન સસ્તા દર પર ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે, વ્યાજ દર સિક્યોરિટીને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યા છે.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...