સસ્તું સરકારી સોનું ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, આ રહ્યો રસ્તો

સોમવારથી Sovereign Gold Bond મારફતે સસ્તુ સોનું ખરીદી શકાય છે

સસ્તું સરકારી સોનું ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, આ રહ્યો રસ્તો

મુંબઈ : ડોમેસ્ટિક માર્કેટમાં ગોલ્ડની કિંમત વધી રહી છે. આ સંજોગોમાં સરકારી યોજના Sovereign Gold Bond અંતર્ગત 9 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી માર્કેટ કિંમતથી બહુ સસ્તામાં સોનું ખરીદી શકો છો. આના વેચાણ પર થનારા લાભ પર ઇન્કમ ટેક્સના નિયમો અંતર્ગત છૂટ પણ મળશે.

હકીકતમાં 2015માં મોદી સરકારે Sovereign Gold Bond યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાની સિરિઝ અંતર્ગત સમયાંતરે લોકોને Gold Bond ખરીદવાની તક આપવામાં આવે છે. Sovereign Gold Bondમાં સોનાની કિંમત RBI નક્કી કરે છે. Sovereign Gold Bondની આ ચોથી સિરિઝ છે.

Reserve Bank Of India (RBI)એ માહિતી આપી છે કે Sovereign Gold Bond યોજના અંતર્ગત 3,890 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સોનું ખરીદી શકાય છે. જો તમે ઓનલાઇન બુક કરશો તો તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આમ, તમે 3,840 પ્રતિ ગ્રામના ભાવે સોનું ખરીદી શકશો. 

આ યોજના અંતર્ગત Gold Bond ખરીદવા માટે કેટલીક શરત છે. પહેલી શરત પ્રમાણે કોઈ વ્યક્તિ એક વર્ષમાં 500 ગ્રામના Gold Bond ખરીદી શકે છે.  આ Bondમાં લઘુત્તમ રોકાણ એક ગ્રામ છે. Gold Bondને મેચ્યુરિટી 8 વર્ષની છે. આમાં વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. બોન્ડમાંથી મળતું વ્યાજ પર રોકાણકારોના ટેક્સ સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સમાં છૂટ મળે છે. જો Bondને ત્રણ વર્ષ પછી અને 8 વર્ષ પહેલાં મેચ્યુરિટી સમય પહેલાં વેચવામાં આવે તો 20 ટકાના દરથી Long capital gain Tax લાગશે. જોકે મેચ્યુરિટી પછી વેચાણ કરાશે તો  મળનારા વ્યાજ પર કોઈ ટેક્સ નહીં લાગે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news