નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેંકો મંગળવરે હડતાળ પર છે. દિવાળી પહેલાં બેંક કર્મચારીઓની હડતાળ પર જવાથી કામકાજ પર ખરાબ અસર પડશે. જોકે બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને આ વિશે સૂચના પહેલાં જ આપી દીધી હતી. બેંકો બંધ હોવાથી એટીએમ સર્વિસ પર અસર પડશે. એવામાં એ પણ સંભવ છે તમે એટીએમ કેશ કાઢવા જશો તો તમારે ખાલી હાથ પરત ફરવું પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ


દેશભરમાં બેંકોની હડતાળનું આહવાન ઓલ ઇન્ડીયા બેંક એંપ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને બેંક એપ્લોઝ ફેડરેશન ઓફ ઇન્ડીયા (BEFI) દ્વારા કરવામાં આવ્યું છે. ખાનગી બેંકોના કર્મચારી અને અધિકારી આ હડતાળમાં સામેલ નહી હોય. બેંકો યૂનિયનોની માફકથી છ નાના-નાના મોટી બેંકોના ચાર મોટી બેંકોમાં વિલયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પણ બેંક કર્મચારી કેટલીક માંગોને લઇને હડતાળ પર છે. આગળ વાંચો બેંક યૂનિયનોની માંગ વિશે... 

આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન


હડતાળના મુખ્ય અંશ:
- સરકાર દ્વાર ગત થોડા દિવસો પહેલાં છે પીએસબી (પબ્લિક સેક્ટર બેંક)ની ચાર મોટી બેંકોમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. બેંક કર્મચારી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 
- યૂનાઇટેડ બેંક ઓફ ઇન્દીયા અને ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સનો પંજાબ નેશનલ બેંક (PNB)માં વિલિનીકરણ કરી દીધું હતું. 
- સિંડિકેટ બેંકનું વિલિનીકરણ કેનરા બેંકમાં કરી દેવામાં આવ્યું છે.
- ઇલાહાબાદ અને કોર્પોરેશન બેંકનું વિલિનીકરણ યૂનિયન બેંક ઓફ ઇન્ડીયામાં કરી દીધું છે.
- હડતાળનું આહવાન AIBEA અને BEFI દ્વારા કરવામાં આવ્યો છે.
- એસબીઆઇનું કહેવું છે કે તેના ઓછા કર્મચારી AIBEA અને BEFI સાથે જોડાયેલા છે, એવામાં હડતાળની વધુ અસર જોવા મળશે નહી.
- બેંક યૂનિયન મર્જર, બેંકિંગ રિફોર્મ, સર્વિસ ચાર્જ, બેડ લોન રિકવરી, ડિફોલ્ટર વિરૂદ્ધ આકરી કાર્યવાહી વગેરે મામલાને લઇને હડતાળ પર છે. 
- બેંક ઓફ મહારાષ્ટ્ર, ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સ, સિંડિકેટ બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા કહેવામાં આવ્યું છે કે કામકાજ ના બરાબર થશે. 
- પ્રાઇવેટ બેંક આ હડતાળમાં સામેલ થઇ રહી નથી. એવામાં પ્રાઇવેટ બેંક ખાતામાં રાખનાર ગ્રાહકોનું કામ અટકશે નહી.