આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન

સ્પોટબોયના રિપોર્ટનું માનીએ તો હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત કરાવી હતી.

Dushyant karnal Dushyant karnal | Updated: Oct 21, 2019, 09:21 AM IST
આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન

મુંબઇ: ઇન્ડીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની અંગત જીંદગીના લીધે મોટાભાગે ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલાથી માંડીને એલી અબરામ અને ઇશા ગુપ્તા જેવી હસીનાઓના સાથે તેમનું નામ જોડાયેલું છે. જોકે કોઇની સાથે હાર્દિક પંડ્યાની વાત આગળ ન વધી, પરંતુ લાગે છે કે હવે તેમની જીંદગીમાં એક એવી હસીના એન્ટ્રી મારી ચૂકી છે, જેની સાથે તે ઘર વસાવવા અંગે વિચારી રહ્યા છે. 

સ્પોટબોયના રિપોર્ટનું માનીએ તો હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત કરાવી હતી.

સાંભળવામાં એ પણ આવ્યું છે કે હાર્દિક અને નતાશાના સંબંધો પર હાર્દિક પંડ્યાના પરિવારજનોએ મોહર લગાવી દીધી છે. હાર્દિકના માતા-પિતાને નતાશ ખૂબ ગમી છે અને જો આ સમાચાર સાચા હોય તો ટૂંક સમયમાં નતાશાના ઘરે શરણાઇના સૂર ગુંજતા જોવા મળશે. 

નીચે જુઓ નતાશા અને હાર્દિક પંડ્યાનો લેટેસ્ટ ફોટો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

To my best friend, the strongest and the most beautiful soul. This year has been a roller coaster ride for you. Many great things happen and some were not that great but definitely have made you stronger. You have been such an inspiration for all of us and I couldn’t be more proud of you for everything you have done for yourself and people around you, for everything you have gone through and still decided to stand tall and get out of it like a winner . Keep shining, smiling and getting stronger. You are on the right track. Stay focused. I’ll always have your back. Happy bday HP 🤴🏽❤️ God bless you @hardikpandya93 #happyface

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નચ બલિયેમાં જોવા મળી હતી નતાશા
નતાશા નચ બલિયેમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળી હતી. પોતાના દમદાર પરફોમન્સથી નતાશાએ દરેકનું દિલ જીતી લીધું છે.

ડીજે વાલે બાબૂ દ્વારા છવાઇ
નતાશા જાણિતા મ્યૂઝિક વીડિયો ડીજે વાલે બાબૂ મેરા...માં જોવા મળી હતી. આ ગીત દ્વારા નતાશા ખૂબ ચર્ચામાં રહી હતી. 

હાર્દિકને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
તાજેતર નતાશાએ હાર્દિકને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નતાશા સોશિયલ મીડિયા પર હાર્દિકને વિશ કરતાં લખ્યું હતું કે, 'મારા બેસ્ટ ફ્રેન્ડ...સૌથી મજબૂત અને સુંદર માણસ...આ વર્ષ માટે રોલર કોસ્ટરની માફક રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ થઇ અને ઘણી ખરાબ પણ થઇ જેણે મજબૂત બનાવી છે. તમે બધા એક ઇસ્પિરેશનની માફક છો. તમે જે પણ કર્યું છે, તેના માટે મને મારા પર ગર્વ છે.