નવી દિલ્હી: બુધવારથી જુલાઇ મહીનાની શરૂઆત થઇ રહી છે. એવામાં એ પણ જરૂરી છે કે અત્યારથી જ લોકોને પોતાના બેંક સાથે જોડાયેલી જાણકારી મળી જાય જેથી કોઇ જરૂરી કામ ન અટકાય. એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે આગામી મહિને આવનાર રજાઓ જેથી સમયસર તમે કામ પતાવી શકો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે બંધ  રહેશે બેંક
તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કેટલીક રજાઓ અનિવાર્ય છે. મહિનામાં આગામી તમામ રવિવાર અને બીજા શનિવારે બેંક બંધ રહેશે. આ મુજબ 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 30 અથવા 31 જુલાઇના રોજ બકરી ઇદનો તહેવાર આવવાનો છે. તો કુલ મળીને આગામી મહિને સતત 7 દિવસ બેંકોમાં કામ બંધ રહેશે. 


ઓગસ્ટ મહિનામાં પણ હશે ઘણા તહેવાર
સરકારી કેલેન્ડરના અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ બેંકની રજાઓ છે. ઓગસ્ટ મહિનામાં રક્ષા બંધન અને કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર પણ છે. 


આ દરમિયાન તમારી પાસે ઘરેબેઠા કમાવવાની તક છે. કોરોના મહામારીના લીધે મોટભાગના લોકો હાલ ઘરેથી બહાર નિકળી રહ્યા છે. એવામાં અમે તમને પૈસા કમાવવાની એક સરળ અને શાનદાર રીત છે. તમે ફક્ત નામની ભલામણ કરીને ઘરેબેઠા 10,000 રૂપિયા કમાઇ શકો છો. અમે તમને જણાવી રહ્યા છે સરળ રીત...


કરવું પડશે આ સરળ કામ
IRDAIએ આ ત્રણ વિમા પોલીસીના નામ માટે લોકોના અભિપ્રાય માંગ્યા છે. જો તમારી સલાહ IRDAI ને પસંદ આવશે તો 10 હજાર રૂપિયા અને એક પમાણપત્ર મળી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube