હવે ખરાબ સિબિલ સ્કોર હશે તો પણ બેન્ક આપશે Credit Card, અપનાવો આ રીત, મળશે ઘણા ફાયદા
જો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમને બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ મળવામાં મુશ્કેલી થઈ રહી છે તો તમે બેન્ક પાસેથી સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ (Secured Credit Card)લઈ શકો છો. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ બેન્ક તમને કોલેટરલ જમાના બદલામાં પ્રદાન કરે છે. બેન્કમાંથી સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લેવા માટે તમારી બેન્કમાં એફડી હોવી જરૂરી છે.
Credit Card: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ લોકોની જરૂરીયાત બની ગયું છે. ઘણા લોકો શોપિંગ અને પોતાના ખર્ચ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો તમે કોઈ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો તો તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો તમને ક્રેડિટ કાર્ડ લેવામાં સમસ્યા થઈ શકે છે, પરંતુ ખરાબ સિબિલ સ્કોર હોવાં છતાં તમને ક્રેડિટ કાર્ડ મળી શકે છે. આવો જાણીએ..
સિક્યોરિડ ક્રેડિટ કાર્ડ (Secured Credit Card)
જો તમને ખરાબ CIBIL સ્કોરને કારણે બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે બેન્કમાંથી સુરક્ષિત ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. કોલેટરલ ડિપોઝીટના બદલામાં બેન્ક દ્વારા તમને સુરક્ષિત ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. બેન્કમાંથી સુરક્ષિત ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારી બેન્કમાં FD હોવી જરૂરી છે. સૌથી વધુ સુરક્ષિત ક્રેડિટ કાર્ડની મર્યાદા બેન્ક FDના 85 ટકા સુધીની છે. જો તમે તમારા સુરક્ષિત ક્રેડિટ કાર્ડ માટે બિલની ચુકવણી કરવામાં અસમર્થ છો, તો આવી સ્થિતિમાં બેન્ક તમારી FDમાંથી પૈસા વસૂલ કરી શકે છે.
આ પણ વાંચોઃ 35 પૈસાના સ્ટોકે બનાવ્યા કરોડપતિ, એક વર્ષમાં 2300% થી વધુ રિટર્ન
શું છે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડના ફાયદા
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી સમય પર કરી તમે તમારો સિબિલ સ્કોર સારો કરી શકો છો.
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડની મદદથી ક્રેડિટ હિસ્ટ્રી જનરેટ કરી શકાય છે, જેનાથી ભવિષ્યમાં લોન અપ્રૂવલની સંભાવના વધે છે.
તમારી બેન્કની એફડી પ્રમાણે તમે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરી શકો છો.
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડનો વ્યાજદર પણ ઓછો હોય છે.
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડમાં અનુઅલ મેન્ટેનન્સ ચાર્જ પણ ઓછો હોય છે.