નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે બેંકર્સ, ફાઇનેંશિયલ સેક્ટર અને કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓ સાથે પ્રી બજેટ મીટિંગ કરી. સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન બેંકર્સે અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી એટલે કે કેશ ફ્લો પર ચિંતા વ્યક્ત કરી. આ સાથે જ નોન બેકિંગ ફાઇનેંશિયલ કોર્પોરેશન (NBFC) પ્રતિનિધિઓના ફાઇનેંસ મિનિસ્ટરને ઇકોનોમી લિક્વિડિટી સુધારવા અને કેશ ફ્લો વધારવાની સલાહ આપી.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG એ લોન્ચ કર્યો ટ્રિપલ રિયર કેમેરાવાળો LG X6, જાણો કિંમત અને ફીચર્સ


આર્થિક સુરક્ષાની ગેરન્ટી લે સરકાર
જોકે એનબીએફસીની દ્વારા આપવામાં આવેલી સલાહો પર બેંકોએ પહેલાં જ ઇશારો કર્યો કે બેંક સરકારની ગેરેન્ટી વિના કરી શકશે નહી. ફાઇનેંશિયલ સેક્ટર ઇચ્છે છે કે જો NBFC ને બેંક લિક્વિડિટી દ્વારા મદદ કરે છે તો તેના માટે સરકારી ગેરન્ટી હોય. સરકારને તેના માટે આર્થિક સુરક્ષાની ગેરેન્ટી લેવી પડશે ત્યારે બેંક એનબીએફસીને મદદ કરવા માટે તૈયાર હશે. 

Xiaomi Mi 9T, Mi 9T Pro થયો લોન્ચ, જાણો ફીચર્સ


ક્રેડિટ ફ્લો સુગમ બનાવવા માટે પણ ચર્ચા થઇ
સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોને એમએસએમઇ અને નાના લોન લેનારાઓ માટે ક્રેડિટ સુગમ બનાવવા માટે પણ ચર્ચા થઇ. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નાણામંત્રીએ પીએસયૂ બેંકોને આરબીઆઇ દ્વારા મુખ્ય વ્યાજ દરમાં ઘટાડાના ફાયદાને ગ્રાહકો સુધી ટ્રાંસફર કરવા માટે કહ્યું.