Xiaomi Mi 9T, Mi 9T Pro થયો લોન્ચ, જાણો ફીચર્સ
Trending Photos
નવી દિલ્હી; ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi)એ જૂનના પહેલા અઠવાડિયામાં ચીનમાં Redmi K20 અને Redmi K20 Pro લોન્ચ કર્યું હતો. ટૂંક સમયમાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે તેને 15 જુલાઇ પહેલાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આજે મૈડ્રિડ, મિલાન અને પેરિસમાં તેને Xiaomi Mi 9T અને Mi 9T Pro ના નામથી લોન્ચ કરવામાં આવ્યો.
Xiaomi Mi 9T Pro સ્પેસિફિકેશન્સ
તેની ડિસ્પ્લે 6.39 ઇંચની છે. ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર લાગેલું છે. રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 64જીબી છે. તેની બેટરી 4000 mAh ની છે. આ સ્માર્ટફોન એંડ્રોઇડ 9.0 પાઇ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલ અને પ્રાઇમરી રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે.
Redmi K20 Pro
તેના 4 વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 6GB+64GB વેરિએન્ટની કિંમત 25200 રૂપિયા, 6GB+128GB ની કિંમત 26200 રૂપિયા, 8GB+128GB વેરિએન્ટની કિંમત 28200 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 30200 રૂપિયા છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi K20 Pro માં 6.39 ઇંચની ફૂલ એચડી AMOLED ડિસ્પ્લે છે. તેમાં 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા લાગેલો છે.
Redmi K20
તેના બે વેરિએન્ટ છે. શરૂઆતી 6GB+64GB વેરિએન્ટની કિંમત 20000 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટની કિંમત 21000 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે Redmi K20 Pro ભારતમાં Poco F2 નામથી લોન્ચ કરવામાં આવશે. તેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસર લાગેલું છે. રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે. 20 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા છે. બેટરી 4000mAh ની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે