લાંબા ટાઈમથી ખાતામાંથી પૈસાના ઉપાડ્યા હોય તો શું થાય? એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો શું કરવું?
જો એક નક્કી કરેલા સમય સુધી ખાતામાંથી કોઈ લેવડ-દેવડ થતી નથી તો તેને નિષ્ક્રિય કે ઈન-ઓપરેટિવ કરી દેવામાં આવે છે. બેંક એકાઉન્ટ હોલ્ડરના ફોન પર મેસેજ કરીને આ વાતની જાણકારી આપવામાં આવે છે કે તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્લી: નોકરી બદલતા સમયે, લોન લેતાં સમયે કે ટ્રાન્સફરના સમયે લોકોના મલ્ટીપલ એકાઉન્ટ ખૂલી જાય છે. એવામાં લોકો કેટલાંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા રહે છે અને જ્યારે કેટલાંકમાં તે લાંબા સમય સુધી કોઈ લેવડ-દેવડ કરી શકતા નથી. જો કોઈ ખાતામાં 2 વર્ષ સુધી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવતું નથી તો તે ઈનઓપરેટિવ થઈ જાય છે. બેંકના અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે કે હાલના કેટલાં મહિનાથી તેમણે ખાતામાં કોઈ ટ્રાન્જેક્શન કર્યુ નથી. જેના કારણે તેમનું એકાઉન્ટ ઈનઓપરેટિવ કે બંધ થઈ ગયું છે. ખાતું ત્યારે શરૂ થશે જ્યારે તમે બેંકમાં જઈને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આપશો. કેટલાંક જરૂરી અપડેશન અને પૂછપરછ પછી જ તમારું એકાઉન્ટ ફરીથી શરૂ થઈ શકશે. તેના માટે તમારું લેટેસ્ટ કેવાયસી અપડેટ પણ કરવું પડે છે.
શું છે બેંકની પોલિસી:
બેંકની પોલિસી અનુસાર જો એક નક્કી સમય સુધી ખાતામાં લેવડ-દેવડ થતી નથી તે નિષ્ક્રિય કે ઈનઓપરેટિવ કરી દેવામાં આવશે. બેંક એકાઉન્ટ હોલ્ડરના ફોન પર મેસેજ કરીને આ વાતની જાણકારી આપે છેકે તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અને તેને ફરીથી શરૂ કરવા માટે બ્રાંચ જવું પડશે.
શું કહે છે નિયમ:
દરેક ખાતાનો પોતાનો એક નિયમ છે કે કેટલા દિવસ બાદ જો લેવડ-દેવડ નહીં થાય તો તેને ઈનઓપરેટ કરી દેવામાં આવશે. બેંક તરફથી પાસબુક કે રૂલબુકમાં તેની જાણકારી આપવામાં આવે છે. બની શકે કે અલગ-અલગ ખાતા માટે નિયમ અલગ હોય, પરંતુ એક નક્કી નિયમ જરૂર છે.
કેવી રીતે શરૂ કરશો ખાતું:
નિયમ પ્રમાણે તમારા ખાતામાં ડિપોઝીટ કંઈપણ કરી શકો છો. તમે પણ કરી શકો છો. પરંતુ વિડ્રોલ જરૂરી છે. તે 2 વર્ષની વચ્ચે કરવું જોઈએ અને તેને બંધ ન થવું જોઈએ. વિડ્રોલ નહીં કરવા પર ખાતું ઈનઓપરેટિવ થઈ જાય છે. ફરી એકવાર ખાતું ઈનઓપરેટિવ થઈ જાય તો તેને શરૂ કરવા માટે કેવાયસી કરાવવું જરૂરી છે. એકવાર જેવી રીતે વિડ્રોલ કરો છો તો ખાતું ફરીથી ઓપરેટ થઈ જાય છે. બધી બેંકોને કેવાયસીનું પાલન કરવાનું હોય છે. એટીએમ, નેટ બેંકિગ કે મોબાઈલ બેકિંગનો ઉપયોગ કરીને બેંકની સેવા લઈ શકો છો. સીધઓ નિયમ છે કે જો ખાતામાંથી ડેબિટ ટ્રાન્જેક્શન નહીં કરો તો તેને બંધ કરી દેવામાં આવે છે. 2 વર્ષની અંદર તમારે પૈસા કાઢવા પડશે નહીં તો ખાતું ઈનઓપરેટિવ થઈ શકે છે.
કેવાયસી ક્યારે અપડેટ કરશો:
એસબીઆઈનો નિયમ છે કે હાઈ રિસ્ક કસ્ટમર માટે દર બે વર્ષે એક વખત કેવાયસી અપડેટ કરવું જરૂરી છે. મીડિયમ રિસ્કવાળા કસ્ટમર માટે 8 વર્ષ અને લો રિસ્કવાળા માટે 10 વર્ષમાં એક વખત કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે.