આજે હડતાળ છે, પરંતુ SBI સહિત આ બેંકોના કામકાજ પર નહી પડે અસર!
બેંકકર્મીઓની હડતાળ (Bank Strike)ના લીધે 8-9 જાન્યુઆરીના રોજ દેશભરમાં બેકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે, કારણ કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન (એઆઈબીઈએ) અને એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીઈએફઆઇ)એ શનિવારે હડતાળ પર જવાની સૂચના આપી છે.
નવી દિલ્હી: બેંકકર્મીઓની હડતાળ (Bank Strike)ના લીધે 8-9 જાન્યુઆરીના રોજ દેશભરમાં બેકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે, કારણ કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન (એઆઈબીઈએ) અને એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીઈએફઆઇ)એ શનિવારે હડતાળ પર જવાની સૂચના આપી છે. બેંક ઓફ બરોડાએ શનિવારે એક નિયામક ફાઈલિંગમાં કહ્યું કે 'અમને ભારત સરકાર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે કે એઆઇબીઈએ અને બીઈએફઆઇએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને 8 અને 9 જાન્યુઆરીના રોજ પોતાની માંગોને લઇને હડતાળ પર જવાની સૂચના આપી છે.
આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે ખુશખબરી એ છે કે તેમને બેકિંગ કામકાજ સુચારુ મળી શકે છે. એવી આશા એક બેંકરે વ્યક્ત કરી છે. તેમના મુજબ હડતાળ બેકિંગ ક્ષેત્રના કામકાજ પર આંશિક પડવાની સંભાવના છે SBI ઉપરાંત ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ ઈન્ડિયામાં સામાન્ય કામકાજ થશે. કેટલીક અન્ય બેંકોમાં કામકાજ આંશિક રીતે પ્રભાવિત થઇ શકે છે. આ હડતાળમાં પ્રાઈવેટ બેંક આઇસીઆઇસીઆઇ (ICICI) બેંક, એક્સિસ (Axis) બેંક અને એચડીએફસી (HDFC) બેંક ભાગ લેશે નહી.
જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે
આ શાખાઓ ખુલી રહેશે
કેંદ્વીય ટ્રેદ યૂનિયનોએ 8 અને 9 જાન્યુઆરીના રોજ બે દિવસની સામાન્ય હડતાળનું આહવાન કર્યું છે. એક બેંક અધિકારીએ જણાવ્યું હતું કે 2 દિવસમાં દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI) સંભવત: કામકાજ થશે. એસબીઆઇની 85,000 શાખાઓ છે. આ ઉપરાંત કેટલી અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં પણ સામાન્ય કામકાજ ચાલુ રહેવાની આશા છે. પ્રાઇવેટ બેંકની શાખાઓમાં પણ કામકાજ પર કોઇ અસર પડશે નહી.
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર
બેંક કર્મચારી આજે અને આવતીકાલે એટલે કે 8 અને 9 જાન્યુઆરીના રોજ હડતાળ પર રહેશે. શહેરમાં 1,306 એટીએમ તથા લગભગ 900 બેંકોની શાખાઓ છે. તેમાંથી લગભગ 500 બ્રાંચ સાર્વજનિક ક્ષેત્રની બેંકોની છે. ઈન્ડિયન બેંક યૂનિયનના નેતા અશોક ગુપ્તાએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા બેંક એંપ્લોઈઝ એસોસિએશને ટ્રેડ યૂનિયનોની સાથે બે દિવસ સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. હડતાળની સૂચના બેંકકર્મીઓને આપી દીધી છે. હડતાળમાં એલઆઇસી તથા અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારી પણ સામેલ રહેશે. લીડ બેંક મેનેજર આર.સી.નાયકે જણાવ્યું કે હાલ હડતાળ સંબંધિત તેમની પાસે રવિવારે સાંજ સુધી સૂચના ન હતી.
દેશના આ રાજ્યમાં મળ્યો તેલનો ભંડાર, ONGC ખોદશે 200 તેલના કુવા
26 ડિસેમ્બરના રોજ થઇ હતી હડતાળ
બેંકે કહ્યું કે 'એઆઇબીઈએ અને બીઈએફઆઇ દ્વારા 8 અને 9 જાન્યુઆરીના રોજ હડતાળ કરવાથી બેંકની શાખાઓ/ કાર્યાલયોમાં સેવાઓ પ્રભાવિત થશે. આઇડીબીઆઇ બેંકે પણ આ પ્રકારની ફાઇલિંગમાં કહ્યું કે 'એઆઇબીઈએ અને બીઈએફઆઇ દ્વારા પોતાની વિભિન્ન માંગોને લઇને કરવામાં આવી રહેલી હડતાળના લીધે બેંકની સેવાઓ પ્રભાવિત રહેશે. આ પહેલાં બેંક ઓફ બરોડાની સાથે વિજયા બેંક અને દેના બેંકના પ્રસ્તાવિત વિલયના વિરૂદ્ધ યૂનિયનોની હડતાળના લીધે 26 ડિસેમ્બર 2018ના રોજ દેશભરમાં સરકારી બેંકોની શાખાઓમાં બેકિંગ સેવાઓ પ્રભાવિત થઇ હતી.
બજેટ 2019" શું 'ઈતિહાસ' પુનરાવર્તિત કરશે અરૂણ જેટલી? 3 નાણામંત્રી પહેલા કરી ચૂક્યા છે આવું
આ બેંક હડતાળમાં સામે
અત્યારના સમયે હડતાળનું આહવાન યૂનાઇડેટ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ) દ્વારા કરવામાં આવ્યું હતું, જે બધા જ 9 યૂનિયનોનું અંબ્રેલા સંગઠન છે. જેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કંફેડરેશન (એઆઇબીઓસી), એઆઇબીઈએ, નેશનલ કંફેડરએશન ઓફ બેંક એમ્પ્લોઈ (એનસીબીઈ) અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ (એઓબીડબ્લ્યૂ) સામેલ છે. મંગળવારે અને બુધવારે થનારી હડતાળમાં પીએનબી, બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક વગેરે બેંકોના કર્મચારી ભાગ લેશે. ઘણી સરકારી બેંક હડતાળથી અલગ રહેશે.