FD Interest Rates: શેરબજારમાં રોકાણ કરવાને બદલે આ FD માં રોકો પૈસા, કારણ જાણીને ચોંકી જશો
ચૂંટણીના પરિણામો જે પ્રમાણે આવી રહ્યાં છે એ જોતા હવે લોકોની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. ઊંઘું ઘાલીને શેરબજારમાં રોકાણ કરવાને બદલે કરો આ બેંકના એફડીમાં રોકાણ.
Five Year FD Interest Rates: દરેક વ્યક્તિ સુરક્ષિત રોકાણ અને મહત્તમ વળતર ઇચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણકારોને ઉત્તમ વળતર મળી રહ્યું હતું. હવે જ્યારે શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો છે ત્યારે રોકાણકારો પણ રોકાણ માટે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં બેંક FD પણ તમારા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ રહે છે. એફડી કરતી વખતે, રોકાણકારોનો ઉદ્દેશ મહત્તમ વ્યાજ અને સુરક્ષા મેળવવાનો છે. જુદી જુદી બેંકોમાં, વિવિધ મુદત માટે ઉપલબ્ધ વ્યાજ પણ અલગ અલગ હોય છે.
એફડીનો સામાન્ય નિયમ એ છે કે તમારી એફડીનો કાર્યકાળ જેટલો ઓછો હશે તેટલું ઓછું વ્યાજ તમને મળશે. બીજી તરફ, તમે FDમાં જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો, તેટલું વધુ વ્યાજ તમને મળશે. ઉદાહરણ તરીકે, જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં FD કરો છો, તો ત્રણ મહિનાની FD પર વ્યાજ 5.5 ટકા છે. જ્યારે એક વર્ષના કાર્યકાળ પર વ્યાજ દર વધીને 6.8 ટકા થાય છે. ચાલો FD પર ટોચની બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે જાણીએ-
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 5 વર્ષની મુદત સાથે FD પર 6.5% વ્યાજ આપે છે. તે જ સમયે, એક વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ દર 6.8% છે. આ દરો 15 મે, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.
- ખાનગી ક્ષેત્રની ICICI બેંક 5 વર્ષની FD પર 7% વ્યાજ આપે છે. બેંક એક વર્ષની મુદત સાથે FD પર 6.7% વ્યાજ આપે છે. બેંકે આ દરો 17 ફેબ્રુઆરી 2024થી લાગુ કરી છે.
- HDFC બેંક FD પર પાંચ વર્ષ માટે 7% વ્યાજ આપે છે. પરંતુ જો તમે એક વર્ષ કે તેનાથી ઓછા સમયગાળાની FD વિશે વાત કરો તો તે 6.6% છે. આ દરો 9 ફેબ્રુઆરી, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.
- બેંક ઓફ બરોડા (BOB) પાંચ વર્ષની FD પર 6.50% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. 15 જાન્યુઆરી, 2024થી લાગુ કરાયેલા વ્યાજ દર મુજબ, એક વર્ષની FD પર વાર્ષિક 6.85 ટકા વ્યાજ મળી રહ્યું છે.
- કોટક મહિન્દ્રા બેંક પાંચ વર્ષની FD પર 6.20% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક એક વર્ષની FD પર 7.10% વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દર 27 ફેબ્રુઆરી, 2024થી અમલમાં આવ્યો છે.
- પંજાબ નેશનલ બેંક (PNB) 5 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 6.55 ટકાના દરે વ્યાજ આપી રહી છે. પરંતુ એક વર્ષની FD પર આ વ્યાજ દર 6.8% છે. આ વ્યાજ દરો 12 એપ્રિલ, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.