Reserve Bank of India: જો તમે પણ કોઈ બેંક કે NBFC પાસેથી લોન લીધી હોય તો તમારા માટે આ કામના સમાચાર છે. ઘર બનાવવા કે ફ્લેટ લેવા માટે લોન લેવી એ સામાન્ય વાત છે. પરંતુ લોનના રિપેમેન્ટ બાદ એવા અનેક મામલા સામે આવ્યા છે જેમાં ગ્રાહકોને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ પાછા લેવા માટે ઘણા ચક્કર કાપવા પડ્યા. તાજેતરમાં એક મામલો એવો પણ સામે આવ્યો કે જેમાં બેંક દ્વારા પ્રોપર્ટના દસ્તાવેજો જ ગુમ થઈ ગયા. આવા કેસ સામે આવ્યા બાદ હવે રિઝર્વ બેંકે નવો આદેશ બહાર પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક અને NBFC માટે નવો નિયમ જાહેર
RBI એ બેંકો અને NBFC માટે નવો નિયમ બહાર પાડ્યો છે. કેન્દ્રીય બેંક તરફથી આદેશમાં કહેવાયું છે કે લોન સંપૂર્ણ રીતે રિપેમેન્ટ કરવામાં આવ્યા બાદ 30 દિવસની અંદર તમામ દસ્તાવેજો રિલીઝ કરવામાં આવે. જો બેંક કે NBFC તરફથી આ સમયગાળા બાદ ડોક્યુમેન્ટને રિલીઝ કરવામાં આવે તો બેંકે દંડ ભરવો પડશે. 


રોજનો 5000 રૂપિયા પ્રમાણે દંડ
નવો નિયમ આગામી 1 ડિસેમ્બર 2023થી લાગૂ થશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બેંક કે NBFC તરફથી દસ્તાવેજો સોંપણી કરવામાં મોડું થતા પ્રતિ દિન 5000 રૂપિયા પ્રમાણે દંડ લગાવવામાં આવશે. દંડની રકમ સંબંધિત પ્રોપર્ટી માલિકને ચૂકવવી પડશે. 


આરબીઆઈ તરફથી કહેવાયું કે જો કોઈ કરજદારની પ્રોપર્ટીના કાગળો ખોવાઈ જાય તો બેંકે દસ્તાવેજોની ડુપ્લીકેટ કોપી મેળવવામાં ગ્રાહકની મદદ કરવી પડશે. અત્રે જણાવવાનું કે લોનના રી પેમેન્ટ બાદ બેંકે ચલ અચલ સંપત્તિના દસ્તાવેજ પાછા આપવા જરૂરી હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube