Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, રાહ જોયા વિના પતાવી દેજો જરૂર કામ
Bank Holidays in September: સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશભરમાં ઘણા તહેવારો છે અને તેના કારણે વારંવાર બેંક રજાઓ જઈ રહી છે, જેના કારણે ઘણા લોકો પરેશાન થઈ શકે છે.
September Bank Holidays: દેશમાં તહેવારોની મોસમનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ મહિના દરમિયાન એક પછી એક ઘણા મોટા તહેવારો આવવાના છે, જેની શરૂઆત આ મહિનાથી જ થશે. તેનાથી બેંકોના કામકાજ પર અસર પડશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં આવતા મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બેંકની રજા હશે.
Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
આ રીતે નક્કી કરવામાં આવે છે રજાઓ
બેંક રજાઓ બે રીતે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહે છે. એ જ રીતે, દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે. આ સિવાય પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ સ્થળોએ બેંકો અલગ-અલગ દિવસે બંધ રહે છે. ચાલો જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા દિવસે અને ક્યાં બેંક રજાઓ રહેશે…
Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો
સપ્ટેમ્બરમાં રજાઓનું લિસ્ટ:
3 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
6 સપ્ટેમ્બર 2023: ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ અને પટનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.
7 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, તેલંગાણા, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
9 સપ્ટેમ્બર 2023: બીજા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
10 સપ્ટેમ્બર 2023: રવિવારે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે.
17 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? વાંચી લો, ફાયદામાં રહેશો
મોંઘા ફોન્સની વાટ લગાવવા આવી રહ્યો છે Motorola આ ફોન, OMG આટલો સસ્તો
18 સપ્ટેમ્બર 2023: વિનાયક ચતુર્થી નિમિત્તે બેંગલુરુ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
19 સપ્ટેમ્બર 2023: અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર અને પણજીમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.
20 સપ્ટેમ્બર 2023: કોચી અને ભુવનેશ્વરમાં ગણેશ ચતુર્થી અને નુઆખાઈને કારણે બેંકો બંધ રહેશે.
22 સપ્ટેમ્બર 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે કોચી, પણજી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
23 સપ્ટેમ્બર 2023: ચોથા શનિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
વાળની લંબાઇ ખોલે છે તમારી પર્સનાલિટીના રાજ, જાણો કેવી છે તમારી પર્સનાલિટી?
24 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં રજા રહેશે.
25 સપ્ટેમ્બર 2023: શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ પર ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
27 સપ્ટેમ્બર 2023: મિલાદ-એ-શરીફને કારણે જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
28 સપ્ટેમ્બર 2023: ઈદ-એ-મિલાદને કારણે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કાનપુર, લખનૌ, મુંબઈ અને નવી દિલ્હીમાં બેંકો બંધ રહેશે.
29 સપ્ટેમ્બર 2023: ઈદ-એ-મિલાદ-ઉન-નબીના અવસર પર ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
આજથી મહિનો બદલાશે
જો તમારી પાસે પણ બેંકનું કોઈ કામ બાકી છે, તો તેને મોકૂફ રાખવાને બદલે તેને તરત જ પતાવી દો. આજથી મહિનો બદલાઈ રહ્યો છે. આજના સમયમાં ડીજીટલ બેંકીંગે ઘણું કામ સરળ બનાવી દીધું છે. બેંકના ગ્રાહકોનું મોટા ભાગનું કામ હવે ઘરે બેસીને થાય છે. તેમ છતાં કોઈ અગત્યના કામ માટે બેંકમાં જવું પડે છે.
રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારી ક્યાં રાખવી, જોજો...ભૂલ તમે ન કરતા!
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત
શું છે એલ્કલાઇન વોટર, આ તમને કઇ બિમારીઓથી બચાવવામાં કરે છે મદદ, જાણો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube