નવી દિલ્હી: જો બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે, તો તેને આજે જ પતાવી દેજો. કારણ કે કાલથી (શનિવાર) સળંગ ચાર દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. જોકે, આવતા શનિવાર અને રવિવારે બેંકમાં રજા છે (સાપ્તાહિક બંધ દિવસ). ત્યારબાદ આગામી સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓ હડતાળ પર જવાના છે. આ લોકો કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળ પર જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હડતાળ પર રહેશે બેંક કર્મચારી
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું છે કે બેંક યૂનિયન તરફથી કરવામાં આવેલી હડતાળની જાહેરાતના પગલે 28 માર્ચ અને 29 માર્ચે બેંકનું કામકાજ પ્રભાવિત રહેશે. તમને જણાવી દઈએ કે આ હડતાળ પ્રાઈવેટાઈઝેસનના વિરોધમાં કરવામાં આવી રહી છે. SBI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે પુરેપુરી કોશિશ કરીશું કે ગ્રાહકોને હડતાળ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે.


એટીએમમાંથી કેશ કાઢવામાં પડશે મુશ્કેલી
બેંક અધિકારીઓનું કહેવું છે કે આ ચાર દિવસો સુધી બેંકમાં કોઈ કામકાજ નહીં થાય તો બેંકના એટીએમ પણ ખાલીખમ થઈ શકે છે. તેમનું કહેવું છે કે મહાનગરો અને મોટા શહેરોમાં, જ્યાં એટીએમમાં થર્ડ પાર્ટી કેશ ભરે છે, ત્યાં કોઈ મુશ્કેલી નડશે નહીં. પરંતુ જે એટીએમમાં કેશ ભરવાનું કામ બેંકનો સ્ટાફ કરે છે, ત્યાં રૂપિયાની અછત સર્જાઈ શકે છે.


બેંકોના ખાનગીકરણ સામે હડતાળ
ઉલ્લેખનીય છે કે બે દિવસીય હડતાળની જાહેરાત ઓલ ઈન્ડિયા બેંક ઈમ્પલાયીઝ એસોસિએશને આપી છે. આ હડતાળમાં બેંક કર્મચારીઓ સામેલ થશે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બેંકોએ ભરોસો અપાવ્યો છે કે હડતાળ દરમિયાન કામકાજ પ્રભાવિત ન થાય તેના માટે અમે જરૂરી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube