નવી દિલ્હીઃ ભારતમાં મોટા ભાગના લોકો પોતાની બચતને બેન્કમાં જમા કરે છે. લોકો સેવિંગ એકાઉન્ટ અને એફડીનો સહારો લેતા હોય છે, જ્યારે તેમાં રિટર્ન સામાન્ય મળે છે. તેની જગ્યાએ આ પૈસાને બેન્કના શેરમાં લગાવો તો અનેક ગણું રિટર્ન મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને એક બેન્ક વિશે જણાવી રહ્યાં છીએ, જેના સ્ટોકે સતત મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. જે ઈન્વેસ્ટરોએ તે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું કે એફડીમાં પૈસા જમા કરાવ્યા. તે પૈસાને ડબલ થવામાં વર્ષો લાગી જશે, જ્યારે બીજી તરફ આ બેન્કના શેરમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોના પૈસા અનેક ગણા વધી ચુક્યા છે. 


આ શેરનું શાનદાર પ્રદર્શન
આ કહાની ઈન્ડિયન બેન્કની છે. આ બેન્કના શેર આજે 0.52 ટકાના નુકસાનની સાથે 381 રૂપિયા પર બંધ થયા છે. તો છેલ્લા પાંચ દિવસમાં તેના ભાવમાં આશરે 12 ટકાની તેજી આવી છે. છેલ્લા એક મહિના દરમિયાન ઈન્ડિયન બેન્કના શેરમાં 23 ટકાની તેજી આવી છે, તો શેર છેલ્લા છ મહિના દરમિયાન 35 ટકા મજબૂત થયો છે. 


આ પણ વાંચોઃ સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો 14થી 24 કેરેટ ગોલ્ડની કિંમત


એક વર્ષમાં પૈસા થયા ડબલ
આ શેર છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો છે. છેલ્લા એક વર્ષમાં ઈન્ડિયન બેન્કના સ્ટોકનું રિટર્ન આશરે 110 ટકા રહ્યું છે. મતલબ કે તેના શેરમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને ડબલ રિટર્ન મળી ગયું છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં બેન્કે છ ગણું રિટર્ન આપ્યું છે. એફડીમાં સૌથી સારી સ્થિતિમાં પૈસા ડબલ થવામાં 10થી 12 વર્ષ થઈ જશે. 


રિસ્કથી નક્કી થાય છે પસંદગી
પરંતુ એફડી કે ઈક્વિટી/ શેર બજાર, તે ઈન્વેસ્ટરોની પસંદ પર નિર્ભર કરે છે. ઈન્વેસ્ટર પોતાની પસંદ, પોતાના નાણાકીય લક્ષ્ય અને જોખમ લેવાની ક્ષમતાના આધાર પર ઈન્વેસ્ટમેન્ટનું માધ્યમ પસંદ કરે છે. એફડીને ઈક્વિટીની તુલનામાં ઓછી જોખમી માનવામાં આવે છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


આ પણ વાંચોઃ 274 રૂપિયાથી તૂટીને 18 રૂપિયા પર આવી ગયો શેર, આ કંપનીએ ઈન્વેસ્ટરોને રડાવ્યાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube