274 રૂપિયાથી તૂટીને 18 રૂપિયા પર આવી ગયો શેર, આ કંપનીએ ઈન્વેસ્ટરોને રડાવ્યાં
Reliance Power: અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ પાવર સતત ખોટમાં ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ઘટીને 1958.72 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 2144.97 કરોડ રૂપિયા હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ પાવરે બુધવારે કહ્યું કે ઓછી આવક અને વધુ ખર્ચને કારણે જૂન ક્વાર્ટરમાં તેનું ચોખુ નુકસાન વધીને 296.31 કરોડ રૂપિયા થઈ ગયું. કંપનીએ શેર બજારને આપેલી માહિતીમાં કહ્યું કે એક વર્ષ પહેલા આ ક્વાર્ટર દરમિયાન તેને 160.79 કરોડ રૂપિયાનો ચોખું નુકસાન થયું હતું.
અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીની કુલ આવક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 1958.72 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 2144.97 કરોડ રૂપિયા હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો ખર્ચ વધીને 2182.69 કરોડ રૂપિયા થયો, જે એક વર્ષ પહેલા આ સમાન ક્વાર્ટરમાં 2145.90 કરોડ રૂપિયા હતો.
સ્ટોકે કર્યાં કંગાળ
23 મે 2008ના કંપનીના એક શેરનો ભાવ 274 રૂપિયાની આસપાસ હતો. જ્યારે બુધવારે તે 18 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે પોઝીશનલ ઈન્વેસ્ટરોને આ 15 વર્ષ દરમિયાન ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ છેલ્લા છ મહિના શાનદાર રહ્યાં છે. આ દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 55 ટકાની તેજી જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે