ઝી બ્યૂરો, અમદાવાદઃ નવા વર્ષની શરૂઆતમાં જ Ford Indiaએ પોતાના કોમ્પેક્ટ SUV સેગમેન્ટની ધાંસુ કાર ફોર્ડ ઈકો સ્પોર્ટ્સ પર જોરદાર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. અને અલગ અલગ વેરિયન્ટ્સ પર લગભગ 39 હજાર રૂપિયા સુધી ભાવમાં ઘટાડો કર્યો છે. જો આ સમયમાં તમે ઈકો સ્પોર્ટ ખરીદવા ઈચ્છતા હોવ તો આ બેસ્ટ ટાઈમ છે. અત્યારે આપ ઓછા ભાવમાં તમારી મન પસંદ કાર ખરીદી શકો છો. નવા વર્ષની શરૂઆતમાં જ મોટા ભાગની પોપ્યુલર કારના ભાવ કંપનીએ વધારી દીધા છે તેવામાં ફોર્ડ ઈન્ડિયાએ ઈકો સ્પોર્ટના ભાવ ઘટાડીને ગ્રાહકોનું દીલ જીતી લીધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કેટલી છે કિંમત?
ફોર્ડ ઈન્ડિયાએ ગ્રાહકો માટે 2021 ફોર્ડ ઈકો સ્પોર્ટની રેન્જ રજૂ કરી છે. કારની શરૂઆતી કિંમત એટલે કે ફર્સ્ટ મોડલની કિંમત 7.99 લાખ રૂપિયા છે. પરંતુ જલ્દી જ ઈકો સ્પોર્ટ્સનું Titanium+ વેરિયંટ આવવાનું છે. જે આના કરતા પણ જોરદાર છે. હાલ કંપની ફોર્ડ ઈકો સ્પોર્ટ્સના Titanium+ વેરિયંટ પર 39 હજાર રૂપિયાની છૂટ આપે છે. EcoSport Titanium+ વેરિયંટની હાલ 11.19 લાખ રૂપિયા કિંમતથી લઈને 11.58 લાખ રૂપિયા છે.



ફોર્ડ ઈકો સ્પોર્ટ MT petrol વેરિયંટની કિંમતમાં હાલ 24 હજાર રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. એટલે હાલ તેની કિંમત 10.99 લાખ રૂપિયા છે. જ્યારે Titaniun MT પેટ્રોલ વેરિયંટની કિંમતમાં 1 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ Titaniun MT પેટ્રોલ વેરિયંટની કિંમત 9.79 લાખ રૂપિયા છે. પેટ્રોલ વેરિયંટમાં ઈકો સ્પોર્ટની Titanium AT, Titanium+ MT અને Thunder MT વેરિયંટના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. (તસવીર સૌજન્યઃ AUTO PORTAL)


કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? મહારાણાથી શિવાજી સુધીના શૂરવીરોની તલવારોની ગાથા


ડીઝલ વેરિયંટના ભાવમાં ઘટાડો
ફોર્ડ ઈકો સ્પોર્ટના ડીઝલ એન્જીનમાં Trend MT વેરિયંટના ભાવમાં 35 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ તેની કિંમત 9.14 લાખ રૂપિયા છે. જ્યારે Sport MT વેરિયંટમાં 24 હજાર રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. હાલ આ વેરિયંટની કિંમત 11.49 લાખ રૂપિયા છે. તો ભારતમાં ટૂંક જ સમયમાં નેક્સ્ટ જનરેશન ફોર્ડ ઈકો સ્પોર્ટ લોંચ થવા જઈ રહી છે. આ કારના ફીચર્સ અને લૂક્સ પહેલાના મોડલ કરતા ખુબ જ આકર્ષક હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube