કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? મહારાણાથી શિવાજી સુધીના શૂરવીરોની તલવારોની ગાથા

"એકવાર મ્યાનમાંથી નીકળે તલવાર, તો ભોગવવો જ પડે છે અંજામ" તલવારને ભગવાનની જેમ પૂજે છે ક્ષત્રિય સમાજના લોકો.જેને શસ્ત્ર પૂજા કહે છે.તલવારને લઈને ક્ષત્રિયો કેટલાક નિયમો પાડતા હતા.જાણો શું છે એ નિયમ.સાથે એ પણ જાણો કે કયા રાજા કઈ તલવાર વાપરતા હતા. એક પક્તિ છેકે, मिम्यक्ष येषू सुधिता ध्रुताची हिरण्यनिर्णीगुपरा न रुष्टा I गुहा चरन्ति मनुषो न योषा सभावती विदथ्येव सं वाक् II મેઘ મંડળમાં સ્થિત વિધુત એટલેકે વીજળી સમાન, ક્ષત્રિયોના મજબૂત હાથોમાં સોનાની જેમ ચળકાટ કરતી તલવાર આવરણમાં એટલેકે મ્યાનમાં, મર્યાદામાં રહેતી સ્ત્રી સામાન છુપાઈ રહે છે, એ વિદ્વાનોની વાણીની જેમ વિશિષ્ટ પરિસ્થિતિમાંજ બહાર આવે છે. આમ ક્ષત્રિય જેમ તેમ તલવાર બહાર  કાઢતા નથી.

Updated By: Jan 5, 2021, 04:59 PM IST
 કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? મહારાણાથી શિવાજી સુધીના શૂરવીરોની તલવારોની ગાથા

નિરજ ચોકસી, અમદાવાદઃ તલવાર એક ખતરનાક હથિયાર છે. તલાવારને અમુક નિયમો મૂજબ વાપરવામાં આવે છે.જો આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.તલવાર રાખવી પણ જવાબદારીનું કામ છે.અહીં આપડે તલવારના નિયમો ઉપરાજા રાજાઓની તલવાર અને તેની સાથે જોડાયેલા ઈતિહાસની પણ કરીશું વાત.

ક્ષત્રિયો તલવારના આ નિયમનું કરે છે પાલન
તલવાર મ્યાનમાંથી બે કારણોસર બહાર કાઢવામાં આવે છે.તલવારની પૂજા કરવાની હોય ત્યારે અને દુશ્મન પર વાર કરવાનો હોય ત્યારે.તલવારને મ્યાનમાંથી બહાર કાઢવામાં આવે તો ટચલી આંગળીનું લોહી ચખાડવામાં આવે છે અથવા લોખંડ સાથે ખખડાવામાં આવે છે.તલવાર માટેની પરંપરા  રાજપૂતોમાં એટલી હદ સુધીની છે કે લગ્ન વખતે પહેલા કન્યાના 4 ફેરા વર સાથે નહીં પણ વરની તલવાર સાથે થાય છે.


માનવ શરીરની જેમ તલવારના પણ હોય છે અલગ-અલગ અંગ, જાણીને તમે પણ રહી જશો દંગ

તલવારના નિયમો
- તલવારમાં કોઈદિવસ તમારું મોઢું જોવું નહિં
- જો યુદ્ધ સમયે તલવાર પોતાની જાતે મ્યાન બહાર આવે તો યોદ્ધો અવશ્ય વિજયી થાય છે, અમુકના કેહવા પ્રમાણે શસ્ત્રગારમાં પડેલી તલવારોમાંથી જે સંકેત આપે એને રાજા યુદ્ધમાં ધારણ કરતા
- સંતતિની આશા હોય તો ઘીથી અભિષેક કરવો.
- સંપત્તિની આશા હોય તો પાણીણો અભિષેક કરવો.
આમ પૂજન કે યુધ્ધ સિવાય તેને મ્યાનથી સંપૂર્ણ બહાર કાઢવી નહિં તેવો નિયમ હતો.

જાણો રાજાઓ સાથે તલવારનો ઈતિહાસ


રાજા જસવંતસિંહ
સૌથી ભારે તલવાર જોતપુરના રાજા જસવંતસિંહ પાસે હતી જેનું વજન 22.5 કિલો હતું.આમતો તમે 100 કિલોથી પણ વધુ વજન વાળી તલવાર જોઈ હશે પરંતુ આવી તલવાર માત્ર મ્યુઝ્યમમાં મુકવા માટે જ બનાવવામાં આવે છે. આટલા વજનવાળી તલવારનો યુદ્ધમાં ઉપયોગ કરવો શક્ય નથી.

પાણીપુરીનું મહાભારત કનેક્શનઃ દ્રોપદીએ પાંડવો માટે જે ડીશ બનાવી તે હતું દુનિયામાં પાણીપુરીનું પહેલું વર્ઝન

ટીપુ સુલતાન
મૌહેસુરના સુલતાન ટીપુ સુલતાનની તલવારનું વજન 17 કિલો હતું.ટીપુ સુલતાનને અંગ્રેજોએ મહેસુરના કિલ્લામાં ઘેરી લીધા હતા.તલવારથી ટીપુસુલતાનને હરાવવા સંભવ ન હતા.તેમની તલવાર 17 કિલોની હોવાથી એક સાથે 7થી 8 સૌનીકોને કાપી શકવાની ક્ષમતા હતી જેથી પ્રથમ વખત  અંગ્રેજોએ બંદુકનો ઉપયોગ કરી ટીપુ સુલતાનને મારી દીધા હતા.આ તલવારને અંગ્રેજો ઈંગ્લેન્ડ લઈને જતા રહ્યા હતા.થોડા વર્ષો પહેલા આ તલવારની નિલામી થઈ હતી.વિજય માલ્યા આ તલવાર 21 કરોડમાં ખરીદી અને ભારત લાવ્યા હતા.ટીપુ સુલતાનના મૃત્યુ સુધી તેની ખૂમારી જળવાયેલી  રહી હતી તેમને કહ્યું હતું કે મારી તલવાર જમીનને સ્પર્શ નહીં કરે અને એવું જ થયું જ્યારે તેમને અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની તલવાર તેમના હાથમા જ હતી.

છત્રપતિ શિવાજીની તલવાર
શિવાજી મહારાજ પાસે 3 તલવાર હતી જેના નામ ભવાની,તુલજા અને જગદંબા હતું.માનવામાં આવે છે કે ભવાની તલવાર શિવાજીને માતા ભવાનીએ પ્રગટ થઈને આપી હતી.તુલજા તલવારને શિવાજીના પિતા સયાજી મહારાજે શિવાજીને આપી હતી.જગદંબા તલવારની વાત થોડી લાંબી છે.શિવાજી  મહારાજ 7 માર્ચ 1659ના દિવસે કોંકણના પ્રવાસે હતા ત્યારે મહારાજના એક યોદ્ધા અંબાજી સાવંતે એક સ્પેનના જહાજ પર હુમલો કરી દીધો હતો.જહાજથી તેમને પોર્ટુગલના સેનાપતિ ડેસોડ ફન્ડાન્ડીસની એક તલવાર મળી ત્યાર બાદ 16 માર્ચે મહાશીવરાત્રીના દિવસે શિવાજી માહારાજ મહાદેવના  દરબારમાં પધાર્યા હતા તે સમયે અંબાજી સાવંતના પુત્ર કિષ્ણાજીએ શિવાજીને આ તલવાર ભેટમાં આપી હતી.આ એટલી અદ્ભૂત તલવાર હતી કે જેને જોઈને શિવાજીએ આદેશ કર્યો કે મારી સેનાના દરેક સૈનિકને આવી જ તલવાર આપવામાં આવે.ત્યાર બાદ સ્પેનના એક રાજાને આવી જ તલવારો  બનાવીને મોકલાવવા માટે આદેશ કરાયો હતો.સ્પેનના ડોલેન્ડ શહેરમાંથી એવી જ તલવારોનો જથ્થો મહારાજના દરબારમાં હાજર કરવામાં આવ્યો. આ તલવારોની સાથે સ્પેનના રાજાએ શિવાજી મહારાજ માટે રત્નોથી જડેલી એક તલવાર મોકલી આ તલવારને શિવાજીએ જંગદંબા નામ  આપ્યું.મહારાજની જગદંબા તલવારને અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા.બીજી બે તલવાર બ્રિટનમાં હોવાની વાત સામે આવી હતી.ભારત સરકાર ઘણી વખત આ તલવાર માગી પણ બ્રિટને આ તલવાર ન હોવાની વાત છે.

મહારાણા પ્રતાપની તલવાર
મહારાણા પ્રતાપ જ્યારે પણ યુદ્ધમાં ઉતરે ત્યારે તે પોતાની સાથે બે તલવાર રાખતા હતા.યુદ્ધમાં કોઈ શત્રુ તલવાર વગર હોય તો મહારાણા પ્રતાપ તેમની બીજી તલવાર શત્રુને આપતા હતા.મહારાણા પ્રતાપ હથિયાર વગરના યોદ્ધા પર પ્રહાર કરતા ન હતા.મહારાણા પ્રતાપ પાસે ખૂબ હથીયારો હતા  પરતુ મેવાડના રાણાઓની ખાનદાની તલવાર કે જેનાથી રાણાસાંગાથી લઈને મહારાણા પ્રતાપે યુદ્ધ કર્યા.આ તલવારનુ વજન 45 કિલો હતું.આ તલવારને ઉદેપુરના મ્યુઝયમમાં મુકવામાં આવી છે.

મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ
કહેવામાં આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણ પાસે વર્ષે જુની ખાનદાની તલવાર હતી.જ્યારે પણ કોઈ નવા રાજા રાજ્યભાર સંભાળે ત્યારે રાજ્યાભિષેક સાથે રાજના આ તલવાર આપવામાં આવતી હતી.આ તલાવરમાં 4 ઈંચ લાંબી સોનાની મુઠ વાળી દરાવીનના યુદ્ધ બાદ આ તલવારની જાણકારી ક્યાંય  મળી નથી.જો કે નવેમ્બરમાં રાવમાધુશિંઘ ટ્રસ્ટે રાખેલા હથીયારોના પ્રદર્શનમાં આ તલવાર જોવા મળી હતી જ્યા લખ્યું હતું કે 'સરકાર શ્રીપૃથવીરાજ બહાદુર સવંત 1282' પરંતુ સંપૂર્ણ રીતે એ સ્પષ્ટ થતું નથી કે આ તલવાર ખરેખર પૃથ્વીરાજની છે કે તેના જેવી જ બનાવવામાં આવી છે.

મહારાણા રણજીતસિંઘની તલવાર
કહેવામાં આવે છે કે રાજા રણવીરસિંઘની તલવાર અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા હતાં.થોડા સમય પહેલા ભારતીય દળે મહારાજની તલવારને યુરોપમાંથી શોધી કાઢી હતી.મહારાજની તલવાર ભારતમાં રાજ કરવાવાળા અંગ્રેજોની સેનાના સૈનીકો પાસેથી મળી.વંશજે કહ્યું કે તેના દાદા અગ્રેજોની સેનામાં  સિપાઈ હતા.તે પોતાની સાથે હિન્દુસ્તાનથી આ તલવાર લઈને આવ્યા હતા.આ તલવારની ધાર પર મહારાજાનું એક ચિત્ર બનાવેલું છે.જેની નીચે છત્રપંજાબ લખવામાં આવ્યું છે.આ તલવારની મુઠ પર ગુરૂમુખી લીપીમાં મહારાજી રણજીતસિંઘ લાહોર લખેલું છે.18 માર્ચે ઈગ્લેન્ડમાં આ તલવારની  નિલામી થઈ.33 ઈંચ લાંબી આ તલવારને ભારતીય મૂળના બોયડિલને ખૂબ મોટી રકમ આપી ખરીદી લીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube