નાનકડી ભૂલથી તમારું ATM કાર્ડ થઇ જશે હેક, ઓનલાઇન શોપિંગમાં વર્તો આ સાવધાનીઓ
ઓનલાઇન શોપિંગ દુનિયામાં ખૂબ ઝડપથી વધી રહી છે. ભારતમાં ઇ-કોમર્સ માર્કેટ 2022 સુધી 150 અરબ ડોલરનો થઇ જશે. જેમ-જેમ ઓનલાઇન સાઇટો પર ખરીદી વધી રહી છે. તેનાથી સાઇબર ક્રાઇમ પણ સક્રિય થઇ ગયા છે. તે ગ્રાહકોની બેંક ડિટેલ ચોરીને તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સાઇબર ક્રાઇમે ફોર્મજેકિંગ શરૂ કરી છે. તેના દ્વારા તે બેંક ગ્રાહકોના બેકિંગ ડેટા ચોરી રહી છે.
જો મિનિમમ 18000 રૂપિયા મહિને પગાર છે, તો તમે ખરીદી શકો છો કાર
શું છે Formjacking
Formjacking એક વર્ચુઅલ ATM સ્કિમિંગ ટેક્નિક છે, જેના દ્વારા સાઇબર ઠગ ઓનલાઇન વેબસાઇટને ટાર્ગેટ કરે છે. તે વેબસાઇટમાં કેટલાક એવા ખતરનાક કોડ નાખી દે છે કે જેમાં સરળતાથી ગ્રાહકને બેંક ડિટેલ તેમના હાથમાં આવી જાય છે. જ્યારે ગ્રાહક પ્રોડક્ટ સિલેક્શન પછી પર્ચેજિંગ પર જાય છે તો પોતાના બેંક ડિટેલ્સ ભરે છે. તે દરમિયાન હેકર તે જાણકારી ઉડાવી લે છે અને બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.
સિમાંટેકના રિપોર્ટમાં ખુલાસો
સિમાંટેકે તાજેતરમાં જ રિપોર્ટ જાહેર કરી બધા ગ્રાહકોને સાવચેત કર્યા છે. રિપોર્ટ અનુસાર દર મહિને 4500 વેબસાઇટ ફોર્મજેકિંગનો શિકાર થઇ રહી છે. અને ગત 1 વર્ષમાં આ હુમલા વધી રહ્યા છે. હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર હેકરોએ સાઇટમાં આ કોડ ઉમેર્યા બાદ ગ્રાહકોની બેંક ડિટેલ ચોરવાનું શરૂ કરી દીધું છે.
પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી
અરબો ડોલરનો લાગ્યો ચૂનો
ગત વર્ષે હેકરોએ અરબો ડોલર આ ટેકનિક દ્વારા ચોરી લીધા છે. સિમાંટેકના સીઇઓ ગ્રેગ ક્લાર્કે કહ્યું કે ફોર્મજેકિંગ સાઇબર ક્રાઇમ ગંભીર ખતરો છે. તેનાથી બિઝનેસ અને ગ્રાહકો બંનેને નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગ્રાહક આ હેકિંગ વિશે કોઇ જાણી શક્યું નથી.
નવેમ્બરમાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક એસયૂવી, સિંગલ ચાર્જમાં દોડશે 400 કિમી
કેવી રીતે બચી શકાય ફોર્મજેકિંગથી
સાઇબર એક્સપર્ટના અનુસાર જો ગ્રાહક વ્યાપક
સાઇબર એક્સપર્ટના અનુસાર જો વ્યાપક સિક્યોરિટી સોલ્યૂશનનો ઉપયોગ કરે છે તો આ પ્રકારની ઓનલાઇન છેતરપિંડીથી બચી શકો છો. તેનાથી ના ફક્ત તેમની બેકિંગ ડિટેલ સુરક્ષિત રહેશે પરંતુ ભવિષ્યના ખતરાથી સાવધાન રાખશે.
Tata Sky એ લોન્ચ કર્યું HD Mini Packs, કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ
બ્રિટિશ એરવેજની સાઇટ પર થયો હુમલો
ગત વર્ષે બ્રિટિશ એરવેજે જણાવ્યું હતું કે તેમની વેબસાઇટ પરથી લાખો ગ્રાહકોની ક્રેડિટ કાર્ડ ડિટેલ ચોરી થઇ ગઇ. તેમની સાઇટ તથા મોબાઇલ એપ પર હેકરો પર હુમલો થયો હતો. એરલાઇને જણાવ્યું કે લગભગ 3.8 લાખ ગ્રાહકોની બેકિંગ ડિટેલ ચોરી થઇ. તેમાં કાર્ડનો નંબર, ઇમેલ આઇડી અને એક્સપાયરી ડેટ સામેલ હતી. કેટલાક એવા હુમલા ટિકિટ માસ્ટર પર પણ થયો હતો. અહીં કંપનીમાં ટિકિટ વેચાણનું કામ કરે છે.