પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી

Updated By: Feb 20, 2019, 08:52 PM IST
પાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી

પાન અને આધાર નંબરને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. 31 માર્ચ જો તમે બંને લિંક નહી હોય તો પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે ગત વર્ષે આ નિર્ણય કર્યો હતો. જોકે પહેલાં બે વાર તેની અંતિમ તારીખ વધારવામાં આવી ચૂકી છે. પરંતુ CBDTના અનુસાર આ વખતે લિંક નહી કરાવનારાઓને સમય આપવામાં નહી આવે. સાથે જ પાન-આધાર લિંક નહી તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરી શકશો નહી. એવામાં જરૂરી છે કે તમારા પાન-આધારને લિંક કરી લો. સાથે જ તે પણ સુનિશ્વિત કરી લો કે પાન કાર્ડમાં કોઇ ભૂલ તો નથી.

જો મિનિમમ 18000 રૂપિયા મહિને પગાર છે, તો તમે ખરીદી શકો છો કાર

જાતે જ અપડેટ કરી શકો છો પાન કાર્ડ
પાન કાર્ડના એક નિયમ અનુસાર તેમાં આપવામાં આવેલી જરૂરી જાણકારીને તમે પોતે પણ બદલી શકો છો. નવા નિયમ અનુસાર, હવે પાન કાર્ડ પર નોંધવામાં આવેલ પાન કાર્ડમાં માતાનું નામ પણ ઉમેરી શકો છો. જોકે પાન કાર્ડ ધારક બંનેમાંથી એક જ નામ જોડી શકે છે. તેની પસંદગી તમે પાન કાર્ડ બનાવતી વખતે અથવા પછી પણ અપડેટ કરી શકો છો. અપડેટ કરનાર ધારક તેને જાતે પણ ઓનલાઇન અપડેટ કરી શકે છે. 

શું હતો નિયમ
અત્યાર સુધી ટેક્સ ભરનાર પાસે ફક્ત એક જ વિકલ્પ હતો કે તે પાન કાર્ડ બનાવતી વખતે પોતાના પિતાનું જ નામ દાખલ કરી શકે છે, પરંતુ હવે ફોર્મમાં બંને ઓપ્શન ઉપલબ્ધ હશે. જો કોઇ પોતાના પિતાની જગ્યાએ માતાનું નાખ લખવા માંગે છે તો તે ઓપ્શનમાં ફીલ કરી શકે છે.

રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે

શું થયો ફેરફાર
સેંટ્રલ ટેક્સ ડાયરેક્ટે તાજેતરમાં જ પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મ 49A અને 49AA માં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 49A અને 49AA ના સુધારેલા ફોર્મમાં આ વિકલ્પ આપવામાં આવ્યો  છે. એવામાં જો લોકો પોતાના પાન કાર્ડ બનાવવા જઇ રહ્યા છે તે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. તો બીજી તરફ ખોવાયેલા પાન કાર્ડ અથવા પાન કાર્ડમાં સુધારો કરાવતાં પણ આ ઓપ્શન મળશે.

આ રીતે અપડેટ કરો પોતાનું PAN CARD

1. જો તમારા પાન કાર્ડમાં કોઇપણ જાણકારી ખોટી છપાયેલી છે તો ગભરાવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તેને સુધારી શકો છો.

2. જો ઇ-મેલ દ્વારા પાન કાર્ડ પર તમારું નામ સુધારવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મને http://www.incometaxindia.gov.in/archive/changeform.pdf પરથી ડાઉનલોડ કરી શકો છો.

3. આ ફોર્મ સાથે તમારે નામ સાચું કરાવવા માટે પુરાવા તરીકે દસ્તાવેજ પણ આપવા પડશે. જે ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા થયેલી ભૂલના કારણે પાન કાર્ડ પર ભૂલથી નામ છપાયેલું છે તો તમે તે દસ્તાવેજનો હવાલો આપી શકો છો જેના પર તમારું સાચું નામ છપાયેલું છે. 

4. જો તમે તમારું નામ પછી બદલાયું છે તો તમારે તે સત્તાવાર ગેજેટની કોપી આપવી પડશે જેમાં નામ બદલાયેલું છપાયેલ છે. 

ત્યારબાદ તમને ઇ-મેલ દ્વારા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા એક મેલ પ્રાપ્ત થશે. જેમાં તમને બદલાયેલા નામનું વિગત આપવામાં આવશે. બસ તેને એપ્રૂવ કર્યા બાદ તમારું નામ અને સરનામું બદલાઇ જશે. તેમાં થોડા દિવસોનો સમય લાગે છે. 

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો

પાન કાર્ડ માટે કેવી રીતે કરશો અરજી
જો તમે ઇનકમ ટેક્સ ચૂકવણી દાયરામાં આવે છે તો તમારા માટે પાન કાર્ડ ખૂબ જરૂરી છે. પાન કાર્ડ માટે તમારે 49એ ફોર્મ ડાઉનલોડ કરવાનું હોય છે. તેને તમે ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. 

જોકે આ ફોર્મ ઇનકમ ટેક્સ પાન સેવા કેંદ્વ પરથી પણ ઉપલબ્ધ થાય છે. અરજી બાદ તમને એક નંબર આપવામાં આવે છે. તેના દ્વારા તમે એ જાણી શકો છો કે તમારા પાન કાર્ડનું સ્ટેટસ શું છે. કહેવાનો અર્થ એ છે કે તમે તેના દ્વારા એ જાણી શકો છો કે તમારું પાન કાર્ડ બનવાની કયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે અને તમને આ કેટલા દિવસમાં મળી જશે, આ તમામ જાણકારી મળી શકે છે. પાન કાર્ડ બનાવવામાં 150 થી 200 રૂપિયાનો ખર્ચ થાય છે.

બે આવી જાય તો કેવી કરશો પરત
જો કોઇ વ્યક્તિને એકથી વધુ પાન ફાળવવામાં આવે તો તેને ફક્ત એક પાન જ રાખવું જોઇએ જેથી વધારાના પાનને Help Desk, ટેક્સ ઓફિસર અથવા ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in અથવા ઇનકમ ટેક્સ સંપર્ક કેંદ્વ  (0124-2438000) પર જઇને પરત આપવું જોઇએ.