નવી દિલ્હીઃ મહારત્ન કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવા જઈ રહી છે. વર્ષ 2000થી કંપની પાંચમી વખત બોનસ શેર આપવા જઈ રહી છે. પાંચમી વખતમાં BPCL દરેક શેર પર 1 બોનસ શેર આપી રહી છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે 21 જૂન છે. બીપીસીએલના શેરમાં પૈસા લગાવી ધીરજ રાખનાર ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. BPCL ના સ્ટોકે 15 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 53 લાખથી વધુ બનાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BPCL અ વર્ષ 2009માં આપ્યા હતા 3 બોનસ શેર
સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે બોનસ શેરના દમ પર ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. અમે 15 વર્ષના રોકાણના સમયને લઈને ગણતરી કરી રહ્યાં છીએ. બીપીસીએલના શેર 12 જૂન 2009ના 69.49 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે બીપીસીએલના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 1440 શેર મળત. વર્ષ 2009 બાદથી કંપની 3 વખત બોનસ શેર આપી ચૂકી છે અને હવે આગામી સપ્તાહે ચોથીવાર બોનસ શેર આપશે. 


આ પણ વાંચોઃ 3 મહિના માટે ખરીદો આ Maharatna PSU Stock, કરાવશે સારી કમાણી, જાણો ટાર્ગેટ


1 લાખ રૂપિયાના આ રીતે બન્યા 53 લાખથી વધુ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ  (BPCL) એ જુલાઈ 2012માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. મહારત્ન કંપનીએ જુલાઈ 2016માં પણ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. કંપનીએ જુલાઈ 2017માં 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. 1 લાખ રૂપિયામાં 1440 શેર મળ્યા હતા. જો કંપનીએ આપેલા બોનસ શેરને જોડી લેવામાં આવે તો 1 લાખ રૂપિયાથી ખરીદેલા કુલ શેરની સંખ્યા 8640 થઈ જાય છે. બીપીસીએલના શેર 13 જૂન 2024ના 619.15 રૂપિયા પર બંધ થયા છે. આ પ્રમાણે 8640 શેરની વર્તમાન વેલ્યૂ 53.49 લાખ રૂપિયા થાય છે. 


એક વર્ષમાં 65 ટકાની તેજી
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 65 ટકાની તેજી આવી છે. તો છેલ્લા છ મહિનામાં શેરની કિંમત 39 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી શેરમાં 37 ટકાની તેજી આવી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 687.65 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહનો લો લેવલ 331.50 રૂપિયા છે.