3 મહિના માટે ખરીદો આ Maharatna PSU Stock, કરાવશે સારી કમાણી, જાણો ટાર્ગેટ

Maharatna PSU Stocks: નેચરલ ગેસની દિગ્ગજ કંપની GAIL ના શેરમાં સારો મૂવ જોવા મળી રહ્યો છે. આગામી ત્રણ મહિનાની દ્રષ્ટિએ બ્રોકરેજે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. જાણો ટાર્ગેટ સહિત અન્ય વિગત..

3 મહિના માટે ખરીદો આ  Maharatna PSU Stock, કરાવશે સારી કમાણી, જાણો ટાર્ગેટ

Maharatna PSU Stock: ગેલ ઈન્ડિયા દેશની લીડિંગ નેચરલ ગેસ કંપની છે. તે પ્રોડક્શન, ટ્રાન્સમિશન, રી-ગેસિફિકેશન, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને પેટ્રોકેમિકલ્સમાં કામ કરે છે. આ સમયે શેરમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. આજે શેર 219.95 રૂપિયા પર બંધ થયો છે. બ્રોકરેજે શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરોને આ મહારત્ન કંપનીના શેરમાં આગામી 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે.

ICICI ડાયરેક્ટે આગામી 3 મહિનાની દ્રષ્ટિએ GAIL શેરમાં ખરીદીની સલાહ આપી છે. 206-213 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 240 રૂપિયા ટાર્ગેટ અને 196 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. બ્રોકરેજે કહ્યું કે ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ મિડ ફેબ્રુઆરીથી કંસોલિડેટ કરી રહ્યો છે. હવે અહીં સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સેક્ટરથી બ્રોકરેજની પસંદ GAIL છે અને ટેક્નિકલ આધાર પર અહીં બ્રેકઆઉટ મળ્યું છે. 

GAIL ના શેરમાં સારૂ મૂવ જોવા મળી રહ્યું છે
GAIL નો શેર 4 જૂને ચૂંટણી પરિણામના દિવસે જોરદાર ગટાડા સાથે 173.50 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદથી અહીં સારૂ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. 10 જૂનને છોડી દો તો દરરોજ આ શેર તેજી સાથે બંધ થયો છે. ત્યાંથી તે 15 ટકાથી વધુ ઉપર ચડી ગયો છે. બ્રોકરેજનું માનવું છે કે હજુ તેજી યથાવત રહેશે.

વક્લોઝિંગ આધાર પર GAIL એ છેલ્લા એક સપ્તાહમાં આશરે 6 ટકા, બે સપ્તાહમાં 10 ટકા, એક મહિનામાં આશરે 14 ટકા, ત્રણ મહિનામાં 30 ટકા, આ વર્ષે અત્યાર સુધી 32 ટકા, છ મહિનામાં 55 ટકા અને એક વર્ષમાં 105 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.

ડિસ્ક્લેમર
અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news