BharatPe આપી રહી છે જબરદસ્ત ઓફર! Job સાથે મળશે BMW ની સુપર બાઈક અને દુબઇમાં World Cup ટૂર
ભારતની પોઇન્ટ ઓફ સેલ એટલે કે POS કેટેગરીની ત્રીજી સૌથી મોટી કંપની BharatPe તેના નવા કર્મચારીઓ માટે બમ્પર જોઈનિંગ પર્કની (Joining Perks) જાહેરાત કરી છે
નવી દિલ્હી: BharatPe Jobs: ભારતની પોઇન્ટ ઓફ સેલ એટલે કે POS કેટેગરીની ત્રીજી સૌથી મોટી કંપની BharatPe તેના નવા કર્મચારીઓ માટે બમ્પર જોઈનિંગ પર્કની (Joining Perks) જાહેરાત કરી છે. આ અંતર્ગત નવા એમ્પ્લોયને BMW બાઈક, Apple iPad Pro, Samsung Galaxy Watch આ ઉપરાંત નવેમ્બરમાં યોજાનારા ICC Men’s T20 વર્લ્ડ કપમાં દુબઈ ટૂર પર લઈ જશે.
કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર
ભારતપે તેની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે આગામી દિવસોમાં વેપારી અને ગ્રાહક ધિરાણના ક્ષેત્રમાં કેટલાક નવા ઉત્પાદનો લોન્ચ કરી રહ્યું છે. આ માટે ટીમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કંપનીએ પોતાની ટીમમાં ત્રણ ગણો વધારો કરવો પડશે. આ માટે કંપની તેની કોર ટીમમાં 100 નવા લોકોને સામેલ કરશે અને તેથી કંપનીએ જબરદસ્ત ઓફર રજૂ કરી છે.
આ પણ વાંચો:- શું Cadbury ની પ્રોડક્ટમાં હોય છે બીફ? કંપનીએ કર્યો મહત્વનો ખુલાસો
બાઇક પેકેજમાં 5 સુપર બાઇકનો વિકલ્પ
ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ટેલેન્ટને આકર્ષિત કરવા માટે કંપની મોટી ઓફર આપી રહી છે. તેમાં બે મુખ્ય છે- પ્રથમ બાઈક પેકેજ (Bike Package) છે અને બીજુ પેકેજ ગેજેટ્સ પેકેજ (Gadget Packag) છે. બાઈક પેકેજ અંતર્ગત એમ્પ્લોયને 5 સુપર બાઈક્સનો વિકલ્પ મળશે. તેમાં BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 અને રોયલ એનફિલ્ડ Himalayan છે.
આ પણ વાંચો:- જનતાને મળશે રાહત, ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! સામે આવ્યું મોટુ કારણ
ગેજેટ્સ પેકેજમાં જબરદસ્ત ગેજેટ્સ
ગેજેટ્સ પેકેજ હેઠળ કંપની Apple iPad Pro (with Pencil), Bose હેડફોન્સ, હર્મન કાર્ડન સ્પીકર્સ, સેમસંગ ગેલેક્સી વોચ, WFH ડેસ્ક અને ચેર અને સાયકલિંગ માટે Firefox Typhoon 27.5 D સાયકલ ઓફર કરી રહ્યા છે.
આ પણ વાંચો:- 7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો!!!, ઓગસ્ટમાં સેલેરીમાં ધરખમ વધારો જોવા મળશે
વર્લ્ડ કપ ટૂર માટે દુબઇ
આટલું જ નહીં, ICC Men’s T20 World Cup ની શરૂઆત આ વર્ષે ઓક્ટોબરમાં દુબઇમાં થઈ રહી છે. કંપની વતી, તેની ટીમના તમામ કર્મચારીઓને મેચ બતાવવા દુબઈ પણ લઈ જવામાં આવશે.
આ પણ વાંચો:- ટ્રેક્ટર ખરીદી પર સરકાર આપશે 50 ટકા સબસિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો
8 મહિના પહેલા એપ્રેઝલ લાગુ
ઉલ્લેખનીય છે કે, કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે તેના એપ્રેઝલના 8 મહિના પહેલાથી જાહેરાત કરી છે. જે એપ્રેઝલ વર્ષ 2022 માં મળતા, તેનો ફાયદો પણ અત્યારે આપી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ 1 જુલાઈ 2021 થી લાગુ કરવામાં આવે છે. એપ્રેઝલને બે ભાગોમાં વહેંચાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube