જનતાને મળશે રાહત, ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! સામે આવ્યું મોટુ કારણ
દેશની જનતા છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી પરેશાન છે. દેશના અનેક ભાગમાં ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધી ગયો છે. પરંતુ હવે જનતાને આ ભાવ વધારામાં રાહત મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમત આવતા દિવસોમાં ઘટી શકે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર વસૂલી રહેલા ટેક્સમાં ન કોઈ ઘટાડો કરવાની છે ન ઈંધણની કિંમત જીએસટીની અંદર આવવાની છે, તેમ છતાં ઓગસ્ટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત મળી શકે છે. મહત્વનું છે કે બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓયલ સોમવારે બપોર સુધી 72.62 ડોલર પ્રતિ બેરલના ભાવ પર ચાલી રહ્યું હતું.
હકીકતમાં પાંચ ઓપેક/બિન ઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન ઓગસ્ટથી વધારશે. ઓપેક અને સંબદ્ધ દેશો વચ્ચે રવિવારે એક પૂર્ણ સહમતિ બની છે. પહેલા આ દેશોની વચ્ચે વિવાદને કારણે તેલની કિંમતો પ્રભાવિત થઈ હતી. તેલ ઉત્પાદક તથા નિર્યાતક દેશોના સંગઠન અને તેના સાથી ઉત્પાદક દેશોની ઓનલાઇન બેઠક બાદ રવિવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇરાક, કુવૈત, રશિયા, સાઉદી અરબ અને યૂએઈના તેલ ઉત્પાદનની મર્યાદા વધશે. રશિયા ઓપેકનું સહયોગી છે.
દર મહિને દૈનિક 4,00,000 બેરલનો વધારો થશે
ઓપેક દેશોએ કહ્યું કે, ઓગસ્ટથી તેના ઉત્પાદનમાં દર મહિને દૈનિક 4 લાખ બેરલનો વધારો કરવામાં આવશે અને આ રીતે હાલમાં લાગૂ 58 લાખ બેરલ/દૈનિકનો ઘટાડો ધીમે-ધીમે 2022ના અંત સુધી સમાપ્ત થઈ જશે. ઓનલાઇન બેઠક બાદ સંયુક્ત અરબ અમીરાતના ઉર્જા મંત્રી સુહૈલ-ઉલ-મજરુઈએ પત્રકારોને એક (પૂર્ણ સહમતિ) બનવાની જાણકારી આપી હતી. પરંતુ તેમણે તત્કાલ તેની વિગત ન આપી, પરંતુ સાઉદી અરબના ઉર્જા મંત્રી શહજાદા અબ્દુલઅઝીઝ બિન સલમાને તે જરૂર કહ્યુ કે, સમૂહ વચ્ચે ઉત્પાદન મર્યાદાને લઈને સમાયોજન થશે.
બાદમાં ઓપેકના નિવેદનમાં પાંચ દેશોના ઉત્પાદન સ્તરને વધારવા પર સહમતિની જાણકારી આપવામાં આવી હતી. નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદાઓ અંતર્ગત યૂએઈ મે 2022થી દરરોજ 35 લાખ બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલ અનુસાર યૂએઈ પહેલા પોતા માટે 38 લાખ બેરલ/દૈનિક ઉત્પાદન મર્યાદાની માંગ કરી રહ્યું હતું. આ રીતે સાઉદી અરબની દૈનિક ઉત્પાદન મર્યાદા 1.10 કરોડ બેલરથી વધી 1.15 કરોડ બેરલ થઈ જશે. રશિયાની ઉત્પાદન મર્યાદા યથાવત રહેશે.
ઇરાક અને કુવૈતની દૈનિક ઉત્પાદન મર્યાદા તેનાથી ઓછી રહેશે. ઓપેકના નિવેદનમાં તે સ્વીકાર કરવામાં આવ્યો કે તેલની કિંમતો સતત વધી રહી છે. તેણે કહ્યું કે, દુનિયાના ઘણા ભાગમાં રસીકરણ કાર્યક્રમ ઝડપી થવાની સાથે આર્થિક ગતિવિધિઓમાં સુધાર થઈ રહ્યો છે. આ પહેલા ઉત્પાદનને લઈને વાતચીત તૂટી હતી. કારણ કે યૂએઈ પોતાનું ખુદનું ઉત્પાદન સ્તર વધારવા ઈચ્છતું હતું. તેનાથી યૂએઈ અને સાઉદી અરબ વચ્ચે તણાવ વધી ગયો હતો.
ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં વધારો થયો છે
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે અને તેની આવશ્યકતાના 85% આયાત કરે છે. સ્વાભાવિક છે કે તેલની કિંમતમાં કોઈપણ ઘટાડો તેના આયાત બિલને ઘટાડશે. જો સરકારો તેમના ટેક્સમાં વધારો નહીં કરે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો શરૂ થશે. છેલ્લી વખત 2014 થી 2016 ની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તીવ્ર ઘટાડો થતો હતો, સામાન્ય લોકોને ફાયદો પહોંચાડવાને બદલે સરકાર એક્સાઈઝ ડ્યુટીના રૂપમાં પેટ્રોલ અને ડીઝલ દ્વારા મહત્તમ ટેક્સ વસૂલ કરીને તેની તિજોરી ભરવામાં વ્યસ્ત હતી. 1 જુલાઈના સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ પર ટેક્સ 33.29 ટકા અને રાજ્ય સરકારનો 23.07 ટકા છે. એ જ રીતે, ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી તરીકે, કેન્દ્ર સરકાર 35.66 ટકાથી વધુ ટેક્સ લે છે, જ્યારે રાજ્ય સરકાર લગભગ 14.62 ટકા ટેક્સ લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે