દેશના જાણિતા રિટેલ સ્ટોર બિગ બજાર પોતાના ગ્રાહકો માટે ફ્રી શોપિંગ વીકએન્ડ (Free Shopping weekend)ના રૂપમાં એક ઓફર લઇને આવ્યું છે. આ ઓફર હેઠળ જો તમે 29 માર્ચથી 31 માર્ચ 2019 દરમિયાન બિગ બજારમાંથી 3000 રૂપિયાની શોપિંગ કરો છો તો તમને આટલી રકમ પાછી મળી જશે. આ ઉપરાંત કેટલાક ભાગ્યશાળી ગ્રાહકોને 1 વર્ષ સુધી ફ્રી શોપિંગની તક મળી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી


બિગ બજાર ફ્રી શોપિંગ વીએન્ડ હેઠળ શોપિંગ કરતાં તમને 3000 રૂપિયાના એફબીબી વાઉચર્સ પરત મળશે. બિગ બજાર વાઉચર્સ અને ફ્યૂચર પે કેશબેકના રૂપમાં આપવામાં આઅશે. તેના હેઠળ તમને 500 રૂપિયા એફબીબી વાઉચર, 1500 રૂપિયાના એફબીબી વાઉચર, 1500 રૂપિયાના બિગ બજાર વાઉચર અને 1000 રૂપિયાના ફ્યૂચર પે કેશબેક આપવામાં આવશે. 

મોંઘુ થઇ શકે છે દૂધ, દહીં અને માખણ, વધશે આટલો ભાવ


બિગ બજારની વેબસાઇટના અનુસાર 500 રૂપિયાના એફબીબી વાઉચર્સનો ઉપયોગ કરવા માટે 29 માર્ચથી 30 એપ્રિલ વચ્ચે ઓછામાં ઓછી 1000 રૂપિયાની ખરીદી કરવી પડશે. 1500 રૂપિયાના બિગ બજાર વાઉચર્સનો ઉપયોગ કરવા માટે એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધી 10 મહિનામાં દર મહિને ઓછામાં ઓછી 2000 રૂપિયાની ખરીદી કરવી પડશે અને દરેક ખરીદી પર 150 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ પ્રકારે ફ્યૂચર પે વોલેટમાં 1000 રૂપિયાનું કેશબેક મળશે, જેને એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2020 સુધી દર મહિને 100 રૂપિયા રિડીમ કરવામાં આવી શકે છે.